ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના જાણીતા ડૉક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સાંસદ રાજેશ ચૂડાસમાના પિતા નારણ ચૂડાસમા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. વેરાવળના જાણીતા ડૉ અતલુ ચગ આત્મહત્યા કેસમાં ત્રણ મહિના બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. આ આત્મહત્યાના કેસમાં પોલીસે 306,506 ( 2 ) અને 114 મુજબ ફરીયાદ નોંધી છે. મૃતકના પુત્ર હિતાર્થ ચગ આ કેસમાં ફરીયાદી છે. 12 ફેબ્રૂઆરીએ કર્યો હતો આપઘાત વેરાવળના નામાંકિત ડૉ. અતુલ ચગે 12 ફેબ્રૂઆરીએ આપઘાત કરી લીધો હતો. પોલીસને ડૉ.ચગના મૃતદેહ પાસેથી એક ચીઠ્ઠી મળી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા. આ ચીઠીમાં ડૉ.ચગે લખ્યુ હતુ કે, હું નારાણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરું છું. આ ચીઠી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. સાંસદ રાજેશ ચુડાસમા તથા સાંસદના પિતા નારણભાઈ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધવા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ડૉ. ચગના પુત્ર હિતાર્થ ચગે અરજી કરી હતી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં ડૉ. ચગની આત્મહત્યા પાછળ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા જવાબદાર હોવાના આરોપ સાથે તેમના વિરૂદ્ધ FIR નોંધવાની પણ અરજ કરવામાં આવી હતી. નારણભાઈ ચુડાસમાએ ડૉ. અતુલ ચગ પાસેથી બેથી અઢી કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન આપ્યાનો પણ આરોપ લગાવાયો હતો. એટલું જ નહીં ઉછીના લીધેલા રૂપિયા સામે નારણભાઈએ આપેલા ચેક પણ પરત ફર્યા હોવાના પણ આરોપ લગાવાયા હતા. રૂપિયાની ઉઘરાણી કરતા સમયે પોતે શાસકપક્ષના સાંસદ હોવાના નાતે જાનથી મારી નાંખવાની અને પુત્રના અપહરણની ધમકી અપાઈ હોવાની પણ ડૉકટરના પુત્રએ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા વિરૂદ્ધ આરોપ લગાવ્યો હતો ડોકટરે આત્મહત્યા સમયે લખેલી સ્યુસાઈડ નોટ સાચી હોવાની તેમજ તે અક્ષર પણ ડૉકટર અતુલ ચગના જ હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો હતો. સાત પાનાની આ અરજી વેરાવળ પોલીસ સ્ટેશનમાં 17 ફેબ્રુઆરીના સાંજે 7 વાગ્યેને 10 મીનિટે ઈન્વર્ડ કરાઈ હતી નામાંકિત ડૉ. અતુલ ચગે 12 ફેબ્રૂઆરીએ આપઘાત કરી લીધો હતો. પોલીસને ડૉ.ચગના મૃતદેહ પાસેથી એક ચીઠ્ઠી મળી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા.