અમદાવાદ કેરલા જી.આઇ.ડી.સી વિસ્તારમાં ચોરી કરી ભાગતો ફરતો વીજપડીનો રહીમ ઉર્ફે રેહાન ઉર્ફે ટીફુડો બેલીમ ઝડપાયો 

અમદાવાદ રૂરલના કેરલા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ના લુંટના ગુન્હામાં કામના નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

ગૌતમ પરમાર , પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ તરફથી રાજયમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની કામગીરી કરવા જરૂરી સુચનાં આપેલ હોય,

જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ ઇન્ચા. એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.પટેલ તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જી.મારૂ તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય,

 જે અનુસંધાને અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન અમરેલી શહેરમાં એસ.ટી.ડેપો પાસે એક શંકાસ્પદ ઇસમ મળી આવતા તેની પુછપરછ કરતા મજકુર ઇસમે અમદાવાદ રૂરલના કેરલા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં લુંટ કરેલનું કબુલાત આપતા

મજકુર ઇસમને હસ્તગત કરી અમદાવાદ રૂરલના કેરલા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ખાતે આગળની ઘટતી કાર્યવાહી કરવા સારુ મજકુર ઇસમને અમરેલી સીટી પો.સ્ટે. ખાતે સોંપી આપેલ.

પકડાયેલ આરોપી 

રહીમ ઉર્ફે રેહાન ઉર્ફે ટીફુડો મહેબુબભાઇ બેલીમ ઉ.વ.૩૦ ધંધો-મંડપ સર્વિસ રહે.વિજપડી, મુરલીધર ચોક પાસે,તા.સાવરકુંડલા, જી.અમરેલી,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ ઇન્ચા. એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.પટેલ તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જી.મારૂ, તથા એસ.ઓ.જી.ટીમનાં એ.એસ.આઇ. નાજભાઇ પોપટ તથા હેડ કોન્સ. જીતેન્દ્રભાઇ મહેતા, ગોબરભાઇ લાપા તથા ડ્રા.પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.