ભાભરમાં મેચ પર આઇ.ડી થી સટ્ટો રમાડતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા એલસીબીને મળેલી બાતમી હકીકતના આધારે ભાભરમાં કેટલા ઈસમો આઈ. પી. એલ તેમજ લુડો ગેમ પર સટ્ટો રમાડી રહ્યા છે. જેને લઈ પોલીસે બે ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે, પોલીસે મુદ્દામાલ કબજે કરી કુલ ત્રણ વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
એલ.સી.બી. સ્ટાફના માણસો ભાભર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી હકીકત આધારે ભાભર તિરૂપતિ માર્કેટની સામે ખુલ્લામાં પોતાના અંગત ફાયદા સારૂ આઇ.પી.એલની દિલ્હી કેપીટલ અને પંજાબ કિગ્સ ઇલેવન વચ્ચે રમાનાર ક્રિકેટ મેચ ઉપર પોતાની પાસેના મોબાઈલ ફોનમાં બનાવેલા આઇ.ડી દ્વારા ક્રિકેટ સટ્ટા બેટિગની હારજીતની રમત રમી રમાડતા ક્રિકેટ સટ્ટાની પ્રવૃતિ કરતા હોય તથા લુડો ગેમ દ્વરા ગ્રુપ બનાવી તેઓના અંગત ફાયદા સારૂ રમત રમી રમાડી રહ્યા હતા. જેથી પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા. તેમજ સદર ઓરોપીઓની અંગ ઝડતીમાંથી રોક્ડ રકમ તેમજ 04 મોબાઇલ સહીતનો મુદામાલ જપ્ત કરી ભાભર પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓ-
( 1 ) પ્રવિણભાઇ ધનરાજભાઈ રહે - ભાભર નવા
( 2 ) જીલુભા ઇન્દુભા રહે - ભાભર
પકડવાના બાકી આરોપી-
( 1 ) વિક્રમભાઈ બાવાભાઈ ઠાકોર રહે અબાળા. તા ભાભર