અમીરગઢ પોલીસ બાતમી હકીકત આધારે દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપીપાડ્યો છે. જેમાં અમીરગઢ પોલીસને મળેલી બાતમી હકીકત આધારે કાકવાડા વિરમહારાજના મંદિર એક શંકાસ્પદ તુફાન ગાડીને રોકાવી ચેક કરતા ગાડી માંથી મોટી માત્રામા દારૂ મળી આવતા અમીરગઢ પોલીસ કુલ મુદ્દામાલ કબ્જે કરી એક ઈસમ ને ઝડપી પાડી કુલ 5 વ્યક્તિ પર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓ પોલીસ સ્ટાફ સાથે કોમ્બીંગ નાઇટમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે કાકવાડા ગામની સીમમાં વીરમહારાજના મંદીર પાસે વોચમાં હતા દરમ્યાન બાતમી હકિકત વાળી તુફાન ગાડી GJ-18-BJ-4722 ની આવતાં કોર્ડન કરી રોકાવી ચેક કરતાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ કુલ મુદ્દામાલ કિરૂ 4 લાખ 83 હાજર 408 મુદામાલ સાથે ( 1 ) અંકેશ ડામરાજી જગશીજી જમણેશા ઠાકોર રહે.વાઘોર દાંતીવાડા ( 2 ) જીતુભાઇ ઇશ્વરભાઇ ઠાકોર રહે.વાઘોર દાંતીવાડા ( 3 ) નરપતસિંહ દેવડા ( 4 ) સુલતાનસિંહ દેવડા ( 5 ) અરવિંદભાઇ પ્રતાપજી ઠાકોર રહે.અમદાવાદવાળા ઓએ એકબીજાના મેળાપીમણાથી પ્રતિબંધીત ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી એક ઈસમ પકડાઇ ગયેલ હોય જેઓની વિરૂધ્ધમાં ધી પ્રોહીબિસન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.