ચલાલા પો.સ્ટે.માં “ e-FIR " દ્વારા દાખલ થયેલ મોટર સાયકલ ચોરીના અનડિટેક્ટ ગુન્હામા એક ઇસમને ચોરી કરેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી ચલાલા પોલીસ ટીમ

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામા આવેલ ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ન જવું પડે અને ઘરે બેઠા ઓનલાઇન ફરીયાદ કરી શકે તે માટે

સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા * FIR " ની સુવિધાનો પ્રારંભ કરવામા આવેલ હોય,

જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ફોન ચોરી અંગે દાખલ કરવામા આવતી - -FIR · અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલ હોય.

જે અન્વયે ભાવનગર રેન્જના અમરેલી જિલ્લામાં * e-FIR - થી દાખલ થયેલ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી.

નાગરીકોના ચોરાયેલ વાહન પાછા મળી રહે તે માટે ચલાલા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૧૧૫/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબ નો ગુન્હો તા-૧૩/૦૫/૨૦૨૩ના રોજ દાખલ થયેલ હોય,

 જે અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરવા સદરહુ ગુન્હાની તપાસ હાથ ધરવામા આવેલ હોય.

અને સર્વેલન્સ ટીમ દ્વારા કમાન્ડ કંટ્રોલ (નેત્રમ) તથા અલગ અલગ જગ્યાના સી.સી.ટીવી ફુટેજ ની મદદ થી મો.સા. ચોરી કરી ગયેલ ઇસમ

 આજરોજ અમરેલી થી ચલાલા આવતો હોવાનું જણાઇ આવતા ચલાલા પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી ચલાલા અમરેલી રોડ ઉપર ગેઇટ પાસેથી

આરોપી - મુકેશભાઇ ભુપતભાઇ સારોલા ઉ.વ.૩૧ ધંધો,ખેતી-મજુરી રહે.હાલ ધારગણી, તા-ધારી, જી.અમરેલી, વાળા ને પકડી પાડી

પોકેટકોપ એપ ની મદદ થી મજકુર ના કબ્જામાં રહેલ મોટર સાયકલ ના રજી.નંબર સર્ચ કરતા ચલાલા પો.સ્ટે ના ઉપરોક્ત ગુન્હાના કામે ચોરી થયેલ મો.સા. જણાઇ આવતા

જ હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ કિ.રૂ ૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ ચોરીમાં મળી આવેલ મો.સા. આધારે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-

(૧)એક કાળા કલરનું હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા. જેના આર.ટી.ઓ રજી.નં-GJ-05-BC-2566 કી.રૂ.૨૦,૦૦૦/-.

પકડાયેલ આરોપીની વિગતઃ-

 (૧) મુકેશભાઇ ભુપતભાઇ સારોલા ઉ.વ.૩૦,ધંધો. ખેતી-મજુરી, રહે.હાલ ધારંગણી, તા-ધારી, જી.અમરેલી,

આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના પોલીસ સબ-ઇન્સ કે.એલ.ગળચર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ.કોન્સ યુવરાજભાઇ વાળા તથા હેડ.કોન્સ દિક્ષીતભાઇ રામાણી તથા હેડ.કોન્સ રમેશભાઇ વાળા તથા પો.કોન્સનજુભાઇ વાળા તથા પો.કોન્સ રોહીતભાઇ રાખોલીયા વી. પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.