ફરિયાદીના વકીલ શ્રી મૌલિનકુમાર યુ. ઠાકર ની ધારદાર દલીલો તેમજ રજૂઆતો ધ્યાને લઇ સજા ફટકારતી કોર્ટ

વિગત - દાતરડી ગામે આવેલ નંદ પેટ્રોલિયમ માંથી રાજુલા માં રહેતા વિનુભાઈ પ્રાણશંકર વોરાએ ટ્રાન્સપોર્ટના ધંધા માટે તેમના વાહનોમાં ડીઝલ પુરાવેલ. જેના હિસાબ પેટે બાકી નીકળતા રૂપિયા ૨,૩૨,૦૩૩/-નો ચેક આપેલો હતો. જે ચેક બેંકમાં જમા કરતા અપુરતા ભંડોળ ના શેરા સાથે પરત આવતા રાજુલા કોર્ટમાં નંદ પેટ્રોલિયમના મેનેજર કમલેશભાઈ વિનુભાઈ એ ચેક પરતનો કેસ નં.૯૬૭/૧૯થી કર્યો હતો. જે કેસ રાજુલા કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરિયાદીના વકીલ શ્રી મૌલિનકુમાર યુ. ઠાકર ની ધારદાર દલીલો તેમજ રજૂઆતો ને ધ્યાને લઈ રાજુલાના એડિ.ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ શ્રી આનંદ હર્ષદભાઈ ત્રિવેદીએ આરોપી વિનુભાઈ પ્રાણશંકરભાઈ વોરા ને દોષિત ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા અને ચેક ની રકમ વળતર પેટે ફરીયાદીને ચૂકવી આપવાનો હુકમ કરેલ. આ કામે ફરિયાદ પક્ષે વિદ્વાન ધારાશાસ્ત્રી મૌલિનકુમાર યુ. ઠાકર રોકાયેલા હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.