નર્મદે સર્વદેનું સુત્ર બન્યું છેતરામણું કચ્છમાં કેનાલો બનાવવા જમીન સંપાદનમાં પણ સરકાર નિષ્ફળ ભુજ : કચ્છ જિલ્લામાં વરસાદની અનિયમિતતા રહેતી હોઈ પાણીની સામાન્ય રીતે વર્ષના મોટાભાગના સમયે તંગી જ રહેતી હોય છે . કચ્છની પાણીની સમસ્યાનું નિરાકરણ કરવા અને જિલ્લાને પાણીદાર બનાવવા નર્મદા જ એકમાત્ર વિકલ્પ છે જે સત્ય હકીકત છે . નર્મદાને મુદ્દે રાજ્યમાં દાયકાઓથી રાજકારણ રમાતુ રહ્યું છે . જેના કેન્દ્રમાં હરહંમેશ કચ્છ જ રહે છે . નર્મદે સર્વદેના સુત્ર દ્વારા કચ્છી લોકોની લાગણી સાથે વર્ષથી રમત રમાતી આવી છે . રાજકીય નેતાઓ જિલ્લાના છેવાડા સુધી નર્મદા નીર પહોંચશે તેવા અનેકો આશ્વાસન આપી ચુકયા છે . પરંતુ હકીકત તો એવી છેકે જિલ્લામાં હજુ નર્મદા કેનાલના કામો પણ પૂર્ણ થઈ શક્યા નથી . અનેક સ્થળોએ જમીન અધિગ્રહણ બાકી હોવાથી કામો અટક્યા ખેડૂતો સાથે સંકલન સાધવામાં સત્તાપક્ષના ધારાસભ્યો ઉદાસીન ઃ જયાં કેનાલો બની તેમાં પણ ભ્રષ્ટાચારને જ અપાયું પ્રાધાન્ય જમીન સંપાદનની કામગીરી જ પૂરી થઈ ન હોઈ કેનાલ બનવાની વાત જ ઉપસ્થિત થતી નથી . કહેવાતી પાણીદાર સરકાર નર્મદા મુદ્દે નિષ્ફળ થઈ તેવું ચિત્ર ઉપસી રહ્યું છે . એક સમયે સુકા અને રેતાળ પ્રદેશ તરીકેની છાપ ધરાવતા કચ્છમાં ચોબારીના સૌથી વધુ ખેડૂતો વર્ષો બાદ પણ વળતરની રાહમાં ભુજ : જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે. હુંબલે જણાવ્યું કે , નર્મદા કેનાલ માટે જમીન સંપાદન કરનારા ચોબારીના ૧૦૦ થી વધુ ખેડૂતોને વર્ષો બાદ પણ વળતર મળ્યું નથી.નર્મદા નિગમના મુકેશભાઈ ઝવેરી અને વાસણભાઈ આહિરની વાતોમાં વિશ્વાસ મુકી કેનાલ માટે જમીન આપનારા ખેડૂતોને વળતર માટે વલખા મારવા પડી રહ્યા છે . કેનાલમાં પાણી શરૂ થયું પરંતુ વળતર ન મળતા ખેડૂતોનો વિશ્વાસ પણ ભાજપ પરથી ઉઠ્યો છે . પરીવર્તન આવતા પ્રમાણ ઘટ્યું છે . દર ત્રણ - ચાર વર્ષે ખુબ જ સારૂ ચોમાસુ આવતું હોઈ પાણી માટેનું ગાડું ગબડી રહ્યું છે . જો કે જિલ્લામાં પીવા અને ખેતી માટેના પાણીની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ હજુ સુધી થઈ શક્યું નથી . જિલ્લામાં લખેલા વિસ્તારમાં ખેતી માટે તેમજ તેનાથી થોડા વધુ વિસ્તારમાં દુષ્કાળનું પીવા માટે નર્મદાનું પાછી મળી રહ્યું છે પરંતુ જયારે પણ નર્મદા વિતરણ બંધ થાય છે ત્યારે ત્યારે જિલ્લામાં પાણીની રીતસરની રાડારાડ સર્જાય છે . દર ચૂંટણી વખતે નર્મદા મુદે રાજકારણીઓ કચ્છી પ્રજાને ખોખલા વચનો આપી પોતાના રોટલા શેકી લેતા હોય છે . જિલ્લામાં નર્મદા કેનાલના કામો મહદઅંશે પૂર્ણ થઈ ગયા હોવાની ફેલાવાતી ભ્રામક વાતો વચ્ચે કડવું સત્ય તો એ છે કે કેનાલો બનાવવા હજુ અનેક સ્થળોએ જમીન સંપાદન પણ થઈ નથી . જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે. હુંબલે જણાવ્યું કે કચ્છમાં નર્મદા કેનાલ બનાવવા જમીન સંપાદન થાય તે માટે ખેડૂતોને સમજાવવાની જવાબદારી રાજય સરકારે જિલ્લાના સત્તાપક્ષના ધારાસભ્યો ને સોંપી હોવા છતાં આ તમામ ધારાસભ્યો તેમાં નિષ્ફળ ગયા છે.જે સ્થળોએ કેનાલો બની છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોઈ ઠેર - ઠેર ગાબડા પડી ગયા છે . જયાં સુધી ન માત્ર કિસાન સંઘ , ખેડૂતો પરંતુ કચ્છના લોકો એકજૂટ થઈ અવાજ નહી ઉડઠાવે ત્યાં સુધી નર્મદા મુદ્દે માત્ર વચનોથી જ સંતોષ માનવો પડશે .
રિપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.