બોટાદ જિલ્લાના ઢસા જંકશન ખાતે નાડોદા રાજપૂત સમાજ ની વાડીએ સ્વ. વિજયભાઈ વલ્લભભાઈ કટારીયા ની પુણ્યતિથિ નિમિત્તે શિશુવિહાર ભાવનગર ના સહયોગથી વિનામૂલ્યે આંખની તપાસ, હિમોગ્લોબીન ચકાસણી તથા ચશ્મા વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 12 થી 15 વર્ષની દીકરીઓનું હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરી દવા વિનામૂલ્યે આપવામાં આવી અને આંખની તપાસ કરી ચશ્માનું ભી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આ કેમ્પમાં ઢસા અને ગ્રામ્ય વિસ્તારોના લોકો દ્વારા બહોળી સંખ્યામાં લાભ લેવામાં આવ્યો હતો