જૂનાગઢ બિલખા પાસે આવેલ નોર્મલભાઈ વાળાની વાડીએ અચાનક ખૂંખાર દીપડો ચડી આવ્યો હતો અને વાડીમાં આવેલ મકાનના ફળિયામાં ખેત મજુર પર ત્રાટક્યો હતો. જો કે ત્યાં હાજર રહેલા બીજા મજૂરે બચાવવા જતાં તેને પણ ઇજા પહોંચી હતી સદ નસીબે બંને ખેત મજુરનો આ જીવલેણ હુમલામાંથી આપત બચાવ બચાવ થયો હતો. બંને ખેત મજૂરને હાલ રેફરલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બિલખા ખાતે પ્રાથમિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.
જો કે હાલ તો આ દીપડાના હુમલાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યાં છે અને વહેલી તકે દીપડાને પાંજરે પુરવા માગણી ઉઠવા પામી છે.
સાગર નિર્મળ
જૂનાગઢ