સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ખંભાતની નામાંકિત ગણાતી મુનિ યુનિવર્સલ સ્કૂલનું ઝળહળતું પરિણામ આવ્યું છે. જેમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી શાળાની વિદ્યાર્થીની હેપ્પી પટેલે 96.4 ટકા સાથે શાળાને જિલ્લાભરમાં ગૌરવ અપાવ્યું છે.હેપ્પી એ એડિશનલ વિષય તરીકે ફિઝિકલ એજ્યુકેશન માં 98% તથા કેમેસ્ટ્રી અને અંગ્રેજીમાં 96% મેળવ્યા છે. નોંધનીય છે કે હેપ્પી પટેલે કોઈપણ પ્રકારના ટ્યુશન વિના માત્ર શાળામાં અભ્યાસ અને ઘરે રિવિઝન નો શિડયુલ બનાવીને આ પરિણામ હાંસલ કર્યું છે.તેણે જણાવ્યું હતું કે સ્કૂલમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યાદ રહી જાય તે પ્રકારે ચેપ્ટર વાઈઝ અભ્યાસ કરાવવામાં આવતો હતો જેથી મેં શરૂઆતથી જ શિડ્યુલ બનાવ્યું હતું.જેમાં સવારે બે કલાક અને બપોરે સ્કુલથી આવ્યા બાદ પાંચ કલાક સુધી વાંચન અને સ્કૂલમાં ભણેલા વિષયનું રિવિઝન કરતી હતી.સ્કૂલમાં પણ કોઈ પણ પ્રશ્નમાં શંકા હોય તો શિક્ષકો દ્વારા તેનું નિરાકરણ આપવામાં આવતું હતું જેથી વિષય પરની પકડ મજબૂત બનતી હતી.સાથે સાથે સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરની રૂબરૂ મુલાકાત લઈને અભ્યાસલક્ષ્ય ચર્ચા વિચારણા પણ કરવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે હેપ્પી પટેલના માતા પિતા પ્રાથમિક શાળામાં શિક્ષિકા અને પિતા વ્યવસાયી છે જ્યારે ભાઈ ધોરણ છ માં અભ્યાસ કરી રહ્યો છે. પરિણામ બાદ હવે દિલ્હી કે રાજકોટમાં AIMS માં અભ્યાસ કરવાની ઈચ્છા હોવાનું તેને જણાવ્યું છે.

મુન્ની યુનિવર્સલ સ્કૂલના પ્રિન્સિપાલ સિદ્ધાર્થભાઈએ જણાવ્યું હતું કે, ધોરણ 10 12 બોર્ડ પરીક્ષાના જ્વલંત પરિણામ પાછળ ૪૦ શિક્ષકોની વિશિષ્ટ કાર્યશૈલી અને મેનેજમેન્ટની દીર્ઘદ્રષ્ટિ રહેલી છે.જેમાં  ઘનશ્યામભાઈ (પ્રમુખ) ડો. રઈશા આનંદ (સેક્રેટરી) એડવાઈઝરી બોર્ડમાં આનંદકુમાર, ડોક્ટર વિજય ભરકટ, સંજય પાંડા, ડોક્ટર નાજ ઊનરેજા સહિતના તજજ્ઞો બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. વિશિષ્ટ શિક્ષણ વ્યવસ્થા અને કોન્સેપ્ટ સાથે જાપાન સાથેના સહયોગમાં જાપાની શિક્ષકો દ્વારા રાજ્યની એકમાત્ર ખંભાતની મુનિ યુનિવર્સિટી સ્કૂલમાં દરેક બાળકને વર્ગ જ્ઞાતિ મોભો કે આર્થિક અસમાનતા વગર સરખી તક આપવામાં આવી રહી છે. દરેક બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે એકલવ્ય પદ્ધતિનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓની પ્રગતિ શિક્ષણ પદ્ધતિ કલચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમનવયથી ટ્યુશન વિના પણ વિદ્યાર્થીઓ શાળામાં સારી રીતે નોલેજેબલ બનીને શિક્ષણ સિદ્ધિઓ મેળવી રહ્યા છે.