જૂનાગઢમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ફરજ બજાવતા ટ્રાફિક કર્મીઓ માટે ઠંડી છાશનું વિતરણ કરી જૂનાગઢના પત્રકાર મીડીયા મિત્ર મંડળ માનવતાનું શ્રેષ્ઠતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

     શહેરમાં બારે માસ તડકો ઠંડી હોય કે વરસાદ દરેક ઋતુમાં જનતાની સેવા માટે ટ્રાફિક સમસ્યાઓ નિવારવા અને ટ્રાફીક નિયમનનું પાલન કરાવતા ટ્રાફિક જવાનોને આજરોજ જૂનાગઢ મિડિયા મિત્ર મંડળ દ્વારા ગરમીમાં રાહત મળે તેવા ઉમદા હેતુથી શહેરના કાળવા ચોક, ભૂતનાથ ફાટક, મોતીબાગ, મધુરમ બાયપાસ ચોકડી, બસ સ્ટેન્ડ તેમજ આઝાદ ચોક જેવા અલગ અલગ સ્થળો પર આવેલ ટ્રાફિક પોઈન્ટ પર તૈનાત ટ્રાફીક શાખાનાં કર્મીઓને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતુ આમ તો ટ્રાફિક જવાનો ચોક્કસથી આજુબાજુના ઠંડાપીણા સ્ટોલ માંથી પોતાને ગરમીમાં રાહત થાય તે માટે ઠંડાં પીણાં ખરીદતા પણ હોય છે, પણ માનવીય અભિગમનાં એક ઉમદા વિચારોને શ્રેષ્ઠતમ કાર્યમાં નિરૂપણ કરવા માટે સમાજમાં અનેક સારા કાર્ય થતા જ હોય છે ત્યારે સેવાકીય અને ટ્રાફીક કર્મીઓને જનતા પણ સન્માન આપે તેવા ઉદેશ સાથે આજ રોજ જૂનાગઢના પત્રકાર મીડિયા મિત્ર મંડળના સાગરભાઈ નિર્મળનાં માર્ગદર્શન હેઠળ, યજ્ઞેશભાઈ ભટ્ટ, હરેશભાઇ દવે , રવીન્દ્રભાઈ કંસારા, ધર્મેશભાઈ સોઢા, ભાવિનભાઈ દવે, રમેશભાઈ રાઠોડ, પરેશભાઈ બુદ્ધભટ્ટી તેમજ અશોકભાઈ પોપટ દ્વારા તન મન અને ધનથી આ શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવેલ હતું. સેવાકીય આ કાર્યની ટ્રાફિક જવાનો એ ખૂબ સરહાના કરી હતી જણાવ્યું હતું કે પોલીસ અને પત્રકાર મિત્રો હમેશા એક સિક્કની બે બાજૂ છે અને બન્ને જનતાની સેવા માટે પોતાના જીવના જોખમે ફરજ બજાવતા હોય છે ત્યારે એકબીજાનાં સન્માન માટેના આ નવતર પ્રયોગને પણ આવકાર્યો હતો અને આવા તડકામાં પણ પોતાનો વિચાર કર્યા વગર સેવા કાર્ય કરવા બદલ મિડીયા મિત્ર મંડળનો પણ આભાર વ્યકત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.

સાગર નિર્મળ

જૂનાગઢ