બોરસદના વિરસદ ગામે સર્વોદય માનવ સેવા સમાજ સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ નાયબ મુખ્ય દંડક અને સોજીત્રા ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું
બોરસદ તાલુકાના વિરસદ ગામે છાસઠ ગામ દંઢાયા વણકર સમાજ સંચાલિત સર્વોદય માનવ સેવા સમાજ સાંસ્કૃતિક હોલના લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક્શ્રી રમણભાઈ સોલંકી તથા આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. તેઓની સાથે આણંદ જિલ્લા કિસાન મોરચા મહામંત્રીશ્રી દતેશભાઇ અમીન અને ભાજપ આનું.સુ.જાતિ મોરચાનાશ્રી પરસોતમદાસ મકવાણા સહિત વણકર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..
ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ તારાપુર મો. ,૬૩૫૨૨૪૯૯૪૨