સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઇ પટેલે તેઓનો એક માસનો પગાર સોજીત્રા મતવિસ્તારના વસો સરસ્વતી વિદ્યા મંદિરને અર્પણ કર્યો 

સોજીત્રા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિપુલભાઇ પટેલે પોતાનો એપ્રિલ માસનો પગાર વિધાનસભા મતવિસ્તારના વસો ખાતે આવેલ શ્રીમતી કે.પી.એફ અમીન સરસ્વતી વિદ્યા મંદિરના પ્રમુખ હસમુખભાઇ પટેલને અર્પણ કરેલ છે. સોજીત્રા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય વિપુલભાઇ પટેલ દર મહિને પોતાનો પગાર કોઈ એક શૈક્ષણિક સંસ્થાને અર્પણ કરે છે આ પ્રસંગે વસો ગામના સરપંચ ઉમેશભાઇ અમીન અને સંસ્થાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો..

ખાસ રિપોર્ટ ભાવેશભાઇ આંજણા પટેલ તારાપુર      મો. ૬૩૫૨૨૪૯૯૪૨ / ૯૯૨૪૦૯૫૨૮૭