કાંકરેજ તાલુકાના કસરા ગામે રહેતાં એક જીવિત વ્યક્તિના નામનો મરણનો દાખલો બનાવી અને ખોટી સહીઓ કરી બેંકમાં ખાતું ખોલાવી તેના મરણના ખોટા ડોકયુમેન્ટ બનાવી વિમા કંપનીમાંથી બે લાખ રૂપિયા મંજુર કરાવતાં શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

કસરા ગામના રમેશજી રૂપશીજી ઠાકોર નામના જીવિત વ્યક્તિના જયંતિજી બાબુજી ઠાકોર (રહે.વિઠલોદ, તા.કાંકરેજ) અને કરમશીભાઇ દેસાઇ (રહે.પાટણ) બંને જણાએ ભેગા મળી રમેશજી ઠાકોરની જાણ બહાર તેમનો મરણનો દાખલો બનાવ્યો હતો.

તેમની બનાવટી ખોટી સહી કરી બેંકમાં ખાતું ખોલાવી રમેશજીના મરણના ખોટા ડોકયુમેન્ટ બનાવી ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્શ્યોરન્સમાંથી બે લાખ રૂપિયા મંજુર કરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આમ રમેશજી જીવતા હોઇ અને અભણ હોઇ જેનો ફાયદો લઇ એમના મરણના ખોટા ડોકયુમેન્ટ બનાવ્યા હતા.