કઠલાલ તાલુકાના ચરેડ ખાતે માધ્યમિક શાળા માં બાળકો ને વિનામૂલ્યે પુસ્તક વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમ માં વાત્રક કાંઠા સંગ્રામસિંહ સોલંકી,અપ્રૂજી ગામ ના સરપંચ અજપાલસિંહ, દીપકભાઈ ડાભી,સોહિલભાઈ, ગાડવેલ ગામનાં પૂર્વ સરપંચ લાલભાઈ,મડાદરા ગ્રામ પંચાયત સરપંચ,સામાજિક આગેવાન ઉદેસિંહ સહિત શાળાના શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ તેમજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.