અમરેલી જિલ્લાના વિજપડી ગામમાં ભારતગેસ એજન્સી માં દે ધનાધન 

  માધવગેસ એજન્સી નામની દુકાનમાંથી ભારતગેસ ની વિતરણ કરવામાં આવે છે પણ પોતાની મન માની કરી સરકારી ગેસના બાટલા મન ફાવે તેમ આપવામાં આવે ત્યાં જાઓ એટલે એક કલાક સુધી ઉભા રહેવા નું પછી ગોડાઉનમાં રાખેલ ગેસની બોટલ લાવવામાં આવે ત્યારબાદ ડીલીવરી કરી રહ્યા છે.

  

  ગ્રાહક જોડે એવી મોટા અવાજ થી વાત કરવામાં આવે છે પહેલા તો ગ્રાહક ડરાવી દેવામાં આવે છે પણ જો ગ્રાહક સામે બોલે તો ત્યાં ઢાલ માટે લેડીઝ હોય છે ઓફિસમાં તેમને આગળ કરવામાં આવે એટલે આજુબાજુના ગામોમાં માત્ર ને માત્ર એક એજન્સી હોય ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ન તો વજન કરવાનું કે છેક કરવાનું એમને એમ આપી દેવામાં આવે છે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો કંઈક કાળાધોળા કામના પર્દાફાશ થાય તેમ છે.

  ગામડાઓમાં રહેલા લોકો ડરીને કેટલાંય ગેસની બોટલ લીધાં વગર પોતાના ગામ જતા રહે છે છતાં એ એજન્સી ને જાણે પોતાની કંપની હોય તેવું લાગી રહ્યું છે બીજા લોકો સાથે બેચાડી રાખે છે તે મોટા અવાજે બોલવાનું શરૂ કરીને જાણે આપણે ચોરી કરવા ગયા હોય તેવું વર્તન કરવા માંડે.

  રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા