https://youtu.be/8aUF5Dz3-Ok
ધાનેરા તાલુકાના શિયા ગામમા તળાવ ખોદકામ અધુરુ મુકીને કોન્ટ્રાક્ટર ગાયબ ,સિંચાઈ વિભાગ દ્વારા નાણા કમાવાની સિઝન ચાલતી હોય એવુ લાગી રહ્યુ છે,
અહેવાલ
ધાનેરા તાલુકામા ભુગર્ભના તળ ઊંચા આવે અને પાણીની વિકટ સમસ્યા સામે થોઙીક રાહત મળે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે ,
જોકે પાણીના નામે ગેરરીતી આચરતા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ જળ સંચયના આ ભગીરથ કાર્યને સફળ થવા દે એવુ લાગતું નથી,
શિયાના ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે આ તળાવ ખોદકામ મા મોટો ભ્રષ્ટાચાર થયો છે ખોદકામ માત્ર નામનુ જ થયુ છે ,ખોદકામ ખાલી દેખાવ પુરતુ કર્યુ હોય એવુ દ્રશ્યો દ્વારા પણ દેખાય છે
ધાનેરા તાલુકાના ધરણોધર, શેરગઢ, રામપુરા છોટા, માલોત્રા સહિતના અનેક ગામડાઓ મા સિંચાઈ વિભાગ દ્વારા તળાવ ઉંઙા કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે પણ ધાનેરા તાલુકાના સાત જેટલા ગામોમા તળાવ ખોદકામ ની કામગીરીને લઈને અનેક ગામોમા ગ્રામજનો દ્વારા અનેક સવાલો કરવામા આવી રહ્યા છે
એક બાજુ ગુજરાત સરકાર દ્વારા ધાનેરા ને પાણીદાર બનાવવા અનેક પ્રયત્નો કરવામા આવી રહ્યા છે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ સરકારના આ કાર્ય ને પોતાની કમાણીનો ધંધો બનાવી ધીધો હોય એવુ લાગી રહ્યુ છે...
ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે જો ખોદકામ માત્ર આટલુ જ કરવાનું હતુ તો પછી વિસ વિસ વર્ષ જુના વૃક્ષો શૂ કામ કામવામા આવ્યા,ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે ચોમાસા પહેલા તળાવની કામગીરી પૂર્ણ કરવામા આવે
અહેવાલ
હિતેશભાઈ પુરોહિત