પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામે વહેલી સવારે એક બાઈક વૃક્ષ સાથે અથડાતા યુવાન મહિલાનું મોત

             પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામે બાઈક ચાલકે પોતાની બાઈક ગફલત ભરી રીતે હંકારી વૃક્ષ સાથે અથાડી દેતા પાછળ બેઠેલ ૨૫ વર્ષની યુવાન મહિલાને ગંભીર ઈજાઓ થતાં કરૂણ મોત થવા પામ્યું છે. 

               પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કુકણા ના રહીશ વિમલભાઈ રામાભાઇ રાઠવા પોતાની મોટર સાયકલ નંબર જી.જે. ૦૬ એ ડી ૯૧૦૬ લઈ નીકળ્યા હતા. તેઓની પાછળ મધ્ય પ્રદેશના અલીરાજપુરના રહીશ અનિતાબેન અંતરસિંગભાઈ ભયડીયા ( ઉ. વ. ૨૫ ) બેઠા હતા. વિમલભાઈ તેમજ અનિતાબેન ની સગાઈ થઈ હોય તેથી વિમલભાઈ અને અનિતાબેન એક સાથે બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે ૧૨ મેં ના વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં વિમલભાઈ એ બાઈક ઉપરનો કાબુ ગુમાવી દેતા બાઈક ઝાડ સાથે અથડાતા અનિતાબેન ને કપાળના ભાગે તેમજ ડાબા હાથે ગંભીર ઈજાઓ થતાં તેઓનું કરૂણ મોત થવા પામ્યું છે. તેમજ વિમલભાઈ ને ડાબા તથા જમના પગે ફેક્ચર થવા પામ્યું છે.

          આમ, પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામે મોટરસાયકલ ચાલેકે ગફલત ભરી રીતે પોતાની મોટરસાયકલ હંકારી ઝાડ સાથે અકસ્માત કરતા પાછળ બેઠેલ યુવાન મહિલા અનિતાબેન નું કરુણ મોત થવા પામ્યું છે જે અંગે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.