લીંબડી તાલુકાના પાણશીણા ખાતે એક કરોડનાં ખર્ચે બનનારા હાઇસ્કૂલના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી ચીમનલાલ ચકુભાઈ હાઇસ્કુલ પાણશીણાના નવા ભવનનું ખાતમુહુર્ત કરાયું હતુ. જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતનાં આગેવાનોના હસ્તે શાળાના નવાભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.અંદાજે એક કરોડના ખર્ચે પાણશીણા ખાતે નવી અને તમામ સુવિધાઓ સાથેની શાળાનું ખાતમુહુર્ત કરાતા વિદ્યાર્થીઓ અને ગામલોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. જેમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, કૃષ્ણસિંહ રાણા સહિત કેળવણી મંડળના પ્રવીણભાઈ શાહ, પ્રકાશભાઈ સોની અને શાળાના આચાર્ય હઠીસિંહ ગોહિલ સહિત શાળા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી ચીમનલાલ ચકુભાઈ હાઇસ્કુલ પાણશીણાના નવા ભવનનું ખાતમુહુર્ત કરાયું હતુ.