રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વૃધ્ધે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.આ ગોઝારા બનાવની જાણ મળતી વિગતો મુજબ રાતાભેર ગામ નજીક અનેક પવનચક્કીઓ આવેલી છે. જેમાની એક પવન ચકીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મધ્યપ્રદેશના રામનરેશ ચોરોજીલાલ ( ઉંમર વર્ષ 60 )એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ મોત વહાલું કરી લીધું હતું.જેથી મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી. અને સરકારી હોસ્પિટલ ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બનાવને પગલે પોલીસ હોસ્પિટલે દોડી આવી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી છે ? તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ મધ્યપ્રદેશના હોય અને એકલા જ રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. જેથી આ બનાવની જાણ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.