સુરત પાસોદરા વિસ્તારમાં આવેલી સ્કુલ જે બી ડાયમંડ એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં CRC કામરેજ કક્ષાએ ગુજરાતી માધ્યમ મિશ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ
આ કાર્યક્રમમાં ધોરણ 6 થી 8 ના વિધાથીર્ઓએ ભાગ લીધો હતો સંગીત વાદન પિઠડીયા પ્રિન્સ ખુશાલભાઈ એ પ્રથમ વિજેતા જાહેર કરતાં શાળા અને દરજી સમાજ નું ગૌરવ વધાર્યું હતું
ધોરણ 6 (છ) અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રિન્સ ખુશાલભાઈ પિઠડીયા જે સૌરાષ્ટ્રના (રાજપરડા) ગામના વતની અને સુરત ખાતે નાના વ્યવસાય સાથે સંકળાયેલા ખુશાલભાઈ નો પુત્ર પ્રિન્સ જે CRC કક્ષાનો કાર્યક્રમ હોય તેમાં ભાગ લીધો હતો અને સંગીતમાં તબલા વાદક તરીકે પ્રથમ નંબરે જાહેર કરવામાં આવ્યો હતો
સમસ્ત પિઠડીયા કુટુંબનું ગૌરવ વધાર્યું હતું તેમજ સમસ્ત દરજી સમાજ નું પણ ગૌરવ વધાર્યું હતું
આ તકે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા