જામનગર ના કાલાવડ ના બેડિયા ગામે થોડા દિવસ પુર્વે થયેલ ચોરીનો ભેદ ઉકલાયો..
જામનગર ના કાલાવડ ના બેડિયા ગામે થોડા દિવસ પુર્વે થયેલ ચોરીનો ભેદ ઉકલાયો. એક આરોપી ઝડપાયો અન્ય ત્રણ ફરાર..રૂપિયા 1.94 લાખ ઉપરાંતનો મુદામાલ કબજે..
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેડીયા ગામે 25 દિવસ પહેલા કોઈ અજાણ્યા ઈસમો રહેણાંક મકાનમાં ત્રાટકી મકાનની તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 7.76 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ પ્રકરણમાં તપાસ કરી એલસીબીએ મધ્યપ્રદેશ રહેતા 1 શખસને રૂા.1.94 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.આ બનાવ અંગે પોલીસે 3 શખસોને આ પ્રકરણમાં ફરાર પણ જાહેર કર્યા છે. જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના બેડીયા ગામે ગત તા.14-4ના રોજ ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂા.7.76 લાખની ચોરી કરી હતી. જે અંગેનો ગુનો કાલાવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ ગુના અંગે એલસીબીના દોલતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા અને ફિરોઝ ખફીને બાતમી મળી હતી કે, આ ચોરીમાં સંડોવાયેલો શખસ મુકેશ છગનભાઈ અલાવા (રહે. મધ્યપ્રદેશવાળો) ચાંદી બજારમાં દાગીના વેચવાની પેરવી રહી રહ્યો છે જે પરથી પોલીસે તેને દબોચી લઈ તેની પાસેથી સોનાનો ચેન, લક્કી, વીટી, ચાંદીના સાંકળા, રોકડ, મોબાઈલ વગેરે મળી રૂા.1,94,500નો મુદ્દામાલ કબજે કરી અટક કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેની સાથે ચોરીમાં સુકા રાયસીંગ મકવાણા અને ભુરા મકવાણા તથા એક અજાણ્યો શખસ સંડોવાયેલો હોય. પોલીસે ત્રણેયને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર