વાહન તથા પશુધનની ચોરીઓ કરતી ગેંગને કુલ કિં.રૂ.૫,૭૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી જિલ્લા સહિતના જિલ્લાઓ માંથી થયેલ કુલ – ૨૪ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી  એલ.સી. બી.ટીમ દ્વારા.

ચોક્કસ માહિતી મેળવી, વાહન ચોરીઓ તથા ઘેટા બકરાઓની ચોરી કરનાર ગેંગના સભ્યોને સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી ડેડકડી ગામ જવાના રસ્તેથી ઝડપી લઇ વાહન, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી.

અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી જિલ્લાઓમાં થયેલ ૨૪ ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) અક્ષય કાજાભાઈ ઉર્ફે જહમતભાઇ વાઘેલા, ઉ.વ.૨૫, રહે.સનાળા, તા.વડીયા, જિ.અમરેલી.

(૨) રામકુ કાજાભાઇ ઉર્ફે જહેમતભાઇ વાઘેલા, ઉં.વ.૨૨, રહે.સનાળા, તા.વડીયા, જિ.અમરેલી.

(૩) સુનીલ કાજાભાઇ ઉર્ફે કાદુભાઇ ચારોલીયા, ઉ.વ.૨૩, રહે.લાઠી, દુધાળા ગામ જવાના રસ્તે, તા.લાઠી જિ.અમરેલી.

(૪) ધીરૂભાઇ કેશુભાઇ વાઘેલા, ઉ.વ.૫૦, રહે.ચુંપણી, પાવર હાઉસ સામે, તા.હળવદ,જિ.મોરબી.

આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલઃ-

(૧) એક સીલ્વર કલરનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નંબર GJ 03 BL 1033 ની કિ.રૂ.૩૦,૦૦૦/-

(૨) એક OPPO કંપનીનો 154 મોડેલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-

(૩) એક હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં GJ 1 AN 2487 કિ.રૂ.૨૬,૦૦૦/-

 (૪) એક વીવો કંપનીનો વાય-૧૫ મોડેલનો એન્ડ્રોઇડ મોબાઇલ કિ. રૂ. ૯૨૦૦/-

(૫) એક સીલ્વર કલરનો OPPO કંપનીનો AISS મોડેલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-

(૬) એક મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા કંપનીની BOLERO MAXX PIK-UP PUP CITY 3000 વાહન નંબર પ્લેટ વગરની જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

(૭) રોકડા રૂ.૩,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫,૭૮,૨૦૦/- નો મુદ્દામાલ.

પકડાયેલા આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાતની વિગતઃ-

પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં, તેના સાગરીતો સાથે મળી નીચે મુજબના ગુનાઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.

(૧) આજથી આશરે દસેક મહિના પહેલા અમરેલી જિલ્લાના લીલીયા ખાતે રાત્રીના પાનમાવાની દુકાનનો નકુચો તોડી દુકાનમાથી કાપેલી સોપારી આશરે ચારેક કિલો જેટલી ચોરી કરેલ હતી અને ત્યાથી ગાયત્રી મંદીર પાસે આવેલ ચબુતરા ના દરવાજાનો નકુચો તોડેલ પરંતુ ત્યાથી કંઇ મુદામાલ મળેલ નહી,બાદ થોડે નજીકમાથી એક ગેસ ની એજન્સીની ઓફીસના દરવાજાનો નકુચો તોડેલ પરંતુ ત્યાથી પણ કંઇ મુદ્દામાલ મળેલ નહી બાદ નજીકમાથી એક શેરીમા પડેલ એક શાઇન મોટર સાયકલની ચોરી કરી એ મોટર સાયકલ લઇને ત્રણેય ઈસમો ત્યાથી જતા રહેલ હતા. જે બાબતે ખરાઇ કરતા લીલીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૨૦૩૬૫/૨૦૨૨ ઇ.પી.કો ૩૭૯,૩૮૦,૪૫૭,૫૧૧ મુજબ ગુન્હો થયેલનું તથા મોટર સાયકલ જે તે સમયે રીકવર થયેલ જણાય આવેલ.

 (૨) આજથી આશરે દોઢેક મહિના પહેલા મહુવા તાલુકાના ઉંચા કોટડા ખાતેથી મંદીર પાસેથી એક સ્પલેન્ડરમોટરસાયકલ ની ચોરી કરેલ હતી અને તેમા પેટ્રોલ પુરૂ થઇ જતા નજીકમા મુકી નાસી ગયેલ હતા. જે બાબતે ખરાઇ કરતા ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૪૨૩૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ ગુન્હો રજી થયેલનુ તથા મોટર સાયકલ જે તે સમયે રીકવર થયેલનું જણાય આવેલ.

(૩) આજથી આશરે બારેક દિવસ પહેલા સાવરકુંડલા તાલુકાના વિજપડી ખાતેથી આશરે બપોરના સમયે એક સીલ્વર કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલ ની ચોરી કરેલ હતી.જે બાબતે ખરાઇ કરતા સાવરકુંડલા રૂરલપો.સ્ટે ગુ.ર.ન.૧૧૧૯૩૦૫૩૨૩૦૧૪૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ રજી થયેલ છે. જે મોટર સાયકલ કબ્જે કરવામાં આવેલ છે.

(૪) આજથી ત્રણેક મહિના પહેલા સાવરકુંડલા અમરેલી રોડ પરથી એક હોન્ડા સીબી શાઇન મોટરસાયકલ જેના રજી નં.GJ 05 SD 2021 વાળુ ચોરી કરી પેટ્રોલ પુરુ થઇ જતા ચરખડીયા ગામ પાસે મુકી નાસી ગયેલ જે બાબતે ખરાઇ કરતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે ગુ.ર.ન. ૧૧૧૯૩૦૫૩૨૩૦૦૮૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ૩૭૯, ૪૪૭ મુજબ રજી થયેલનુ તથા મોટર સાયકલ જે તે સમયે રીકવર થયેલનુ જણાય આવેલ.

(૫) આજથી આશરે દસેક દિવસ પહેલા સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી એક પેટ્રોલ પંપમા પેટ્રોલપુરાવવા ગયેલ અને ત્યા એક ભાઇ સુતા હોય તેનો મોબાઇલ ફોન ચોરી કરી નાસી ગયેલ.જે બાબતે ખરાઇકરતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે ગુ.ર.ન. ૧૧૧૯૩૦૫૩૨૩૦૧૪૯/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ રજી થયેલ છે, જે મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવેલ છે.

(૬) આજથી આશરે દસેક દિવસ પહેલા સાવરકુંડલા તાલુકાના છાપરી ગામેથી બે બકરા ની ચોરી કરેલ હતી. જે બાબતે ખરાઇ કરતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૧૪૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ રજી થયેલ છે

(૭) આજથી આશરે ત્રણેક મહિના પહેલા મોરબી ખાતેથી દરબારગઢ પાસેથી એક સીલ્વર કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ હતી. જે બાબતે ખરાઇ કરતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા ઇ એફ.આઇ.આર રજી થયેલ હોવાનુ જણાય છે. જે મોટર સાયકલ કબ્જે કરવામાં આવેલ છે.

(૮) આજથી આશરે ચારેક મહિના પહેલા બાબરા અમરાપરા ખાતેથી એક મોટર સાયકલ ચોરી કરેલ અને તેમા પેટ્રોલ પુરુ થઇ જતા બાબરા ખાતે જ મુકી નાસી ગયેલ હતા.

(૯) આજથી આશરે દસેક દિવસ પહેલા ભાવનગર જિલ્લાના દાઠા પાસે આવેલ વાલર ગામેથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ અને આ મોટર સાયકલ સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે પહોચતા પેટ્રોલ પુરુ થઇ જતા મુકી દિધેલ જે બાબતે ખરાઇ કરતા મોટર સાયકલ ફરીયાદીને પરત મળેલ હોવાનુ જણાઇ આવેલ છે.

(૧૦) આજથી આશરે દસેક દિવસ પહેલા સાવરકુંડલા તાલુકાના લુવારા ગામેથી એક ડીલક્ષ મોટર સાયકલ ની ચોરી કરેલ અને આ મોટર સાયકલ કુકાવાવ પાસે આવેલ અનિડા ગામના પાટીયા પાસે પહોંચતા પેટ્રોલ પુરુ થઇ જતા મુકી દિધેલ જે બાબતે ખરાઇ કરતા મોટર સાયકલ ફરીયાદીને પરત મળેલ હોવાનું જણાઇ આવેલ છે.

(૧૧) આજથી આશરે પાચેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના છાપરી ગામેથી રાત્રીના સમયે ત્રણ બકરાની ચોરી કરેલ હતી.

(૧૨) આજથી આશરે પાચેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના છાપરી ગામેથી બે બકરાની ચોરી કરેલ હતી.

 (૧૩) આજથી આશરે છ એક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી છ ઘેટા (ગાડર)ની ચોરી કરેલ હતી.

(૧૪) આજથી આશરે પાચેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી સાત ઘેટા (ગાડર)ની ચોરી કરેલ હતી.

(૧૫) આજથી આશરે ચારેક મહિના પહેલા બાબરા તાલુકાના કરીયાણા ગામેથી બે બકરા ની ચોરી કરેલ હતી.

(૧૬) આજથી આશરે ત્રણેક મહિના પહેલા બોટાદ જિલ્લાના ઢસા નજીક આવેલ જલારપર ગામેથી એક દેવીપુજકના વાડામાંથી ત્રણ બકરાની ચોરી કરેલ હતી.

(૧૭) આજથી આશરે બે એક મહિના પહેલા બોટાદ જિલ્લાના ઢસા નજીક આવેલ ઉમરડા ગામેથી ચાર બકરા ની ચોરી કરેલ હતી.

(૧૮) આજથી આશરે બે એક મહિના પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલ સુલતાનપુર ગામેથી બે બકરાની ચોરી કરેલ હતી.

(૧૯) આજથી આશરે બે એક મહિના પહેલા બોટાદ જિલ્લાના ઢસા નજીક આવેલ ઉમરડા ગામેથી એક વાડીમાથી બે બકરા ની ચોરી કરેલ હતી.

(૨૦) આજથી આશરે બે એક મહિના પહેલા ભાવનગર જિલ્લાના શિહોર થી સોનગઢ વચ્ચે આવેલ ભરવાડનીજોકમાથી પાંચ બકરાની ચોરી કરેલ હતી.

(૨૧) આજથી આશરે બે એક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના છાપરી ગામેથી બે બકરા ની ચોરી કરેલ હતી.

(૨૨) આજથી આશરે દોઢેક મહિના પહેલા શિહોર થી આગળ ઘાંઘળી પાસેથી આઠ બકરા ચોરી કરેલ હતા.

 (૨૩) આજથી આશરે એકાદ મહિના લાઠી તાલુકાના ચાવંડ ગામેથી રાત્રીના સમયે પંદર બકરા ની ચોરી કરેલ હતી.

(૨૪) આજથી આશરે એકાદ મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામેથી રાત્રીના સમયે સત્તર બકરાની ચોરી કરેલ હતી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ, તથા પો.સ.ઇ.એમ.ડી.સરવૈયા, તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.