સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે પર છાલીયા તળાવ પાસેની એક હોટલના ટી સ્પોટમાં કોઇ અગમ્ય કારણોસર ભયાવહ આગ લાગી હતી. અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોટલના ટી સ્પોટના ફર્નિચર સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.ત્યારે બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભયાવહ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી. લીંબડી રાજકોટ હાઇવે પર લીંબડીથી ચાર કિલોમીટર દૂર છાલીયા તળાવ પાસે એલએફએમ નામની હોટલ આવેલી છે. જ્યાં બપોરના સમયે આ હોટલના ટી સ્પોટમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા પળવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારે થોડીવારમાં જ આ ભયાવહ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોટલનો તમામ સ્ટાફ અને આજુબાજુના લોકોએ ઘટનાસ્થળે દોડી જઇ આગ બુઝાવવા પાણીનો જોરદાર મારો ચલાવ્યો હતો અને બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભયાવહ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો આ હોટલના ટી સ્પોટના ફર્નિચર સહિતની તમામ ચીજવસ્તુઓ હોટલ માલિક અને સ્ટાફની નજર સામેં જ બળીને ખાખ થઇ જતા હોટલ માલિકને મોટું નુકશાન પહોંચ્યું હતુ. ત્યારે કદાચ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વેરાવળમાં ઘરમાં છુપાવેલા ચરસના 5 પેકેટ સાથે SOGએ યુવકને ઝડપી પાડ્યો; દોઢ માસમાં 400 કિલ્લોથી વધુ ચરસનો જથ્થો ઝડપાયો
ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈ આવેલા ચરસના પેકેટો બિનવારસુ હાલતમાં મળી આવતા પોલીસે જપ્ત...
સુરેન્દ્રનગર એલસીબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો.જી.એ.પંડ્યા દ્વારા 8ને નિમણૂક આપવામાં આવી
એલસીબી શાખામાં હાલ પીઆઇ તરીકે જ્યારે વિ.વિ. ત્રિવેદી ચાર્જ સંભાળી રહ્યા છે.ત્યારે હાલમાં...
इन्सान तो क्या जानवर भी सही और सुरक्षित रास्ते पर चलते हैं: सोनानी गांव के मुख्य सड़क पर जलभराव से हर कोई परेशान
इन्सान तो क्या जानवर भी सही और सुरक्षित रास्ते पर चलते हैं: सोनानी गांव के मुख्य सड़क पर जलभराव...
हिंदूह्रदयसम्राट हे फक्त बाळासाहेब ठाकरेच
संभाजीनगर : हिंदूहृदयसम्राट हे फक्त बाळासाहेब ठाकरेच आहेत, आणि ते त्यांना जनतेने दिलेलं पद आहे,...