ડીસામાંથી પ્રોહિબીશન કેસમાં વોન્ટેડ પરપ્રાંતિય આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આગથળા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી આઠ મહિના અગાઉ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે કેસમાં રાજસ્થાનના સાચોરના મીરપુર ઘાણી ગુન્દાઉ ગામે રહેતા પન્નારામ પ્રભુ રામ જાટ સામે પણ ગુનો નોંધાયો હતો. પોલીસે આ આરોપી સામે ગુનો નોંધ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો.જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

તે દરમિયાન આ આરોપી ડીસા શહેરમાં હોવાની માહિતી મળતા જ પોલીસ સતર્ક બની ગઈ હતી અને ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જ્યાં આઠ માસથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી પન્નારામ જાટને ઝડપી પાડ્યો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસે અત્યારે આ આરોપીને પકડી આગથળા પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ કરી છે.