ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવીન્યુડ વિડીયોકોલ કરીરૂપીયાની માંગણી કરતી સાયબર ક્રાઇમ ટોળકીના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને હરીયાણાથી પકડી પાડતી અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ
ભાવનગર રેન્જના જિલ્લાઓમા બનતા સાયબર ક્રાઈમ સબંધિત અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ અમરેલી જીલ્લામાં બનતા સાયબર ક્રાઈમ સબંધિત ગુન્હાઓના આરોપીને શોધી કાઢી,
તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અને
પરીણામલક્ષી કામગીરી કરી સાયબર ક્રાઈમ સબંધિત પ્રવૃતિ અટકાવવા સાયબર ક્રાઈમ પો.સ્ટે. અમરેલી નાઓએ
જરૂરી ટીમ બનાવી છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.
ગુનાની વિગતઃ-
વડીયા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૦૨૨૦૨૦૮/૨૦૨૨ ઈ.પી.કો.કલમ- ૩૦૬,૩૮૫,૫૦૬,૧૨૦(બી) તથા આઈ.ટી. એક્ટ કલમ – ૬૬(ડી), ૬૬(ઈ) મુજબ
ગુન્હાના કામની હકીકત એવી છે કે
આ કામના મરણ જનારને આ કામની આરોપી અનુસીંધી મો.નં.૭૪૦૪૯૧૧૭૫૮ વાળીએ
મરણ જનારને તેનો ઓપન વીડીયો અપલોડ વાયરલ કરી દેવાની વોટસએપ મેસેજથી ધમકીઓ આપી અને વોટસએપના માધ્યમથી નગ્ન વીડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી.
તેમજ મો.નં.૯૫૧૮૪૭૪૯૦૪ માંથી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી
મરણ જનારને અલગ અલગ સમયે બ્લેકમેલ કરી બળજબરીથી પૈસા મેળવી લેવા અવાર નવાર પૈસાની માંગણીઓ કરતી
અંતે મરણ જનાર કંટાળી જતા પોતાની મેળે મોતને વ્હાલું કરી લીધું હતું.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) આસીફખાન ઇકબાલખાન મેવ ઉ.વ.૨૪, ધંધો.અભ્યાસ, રહે. નાગલસભા, તા.બહિન, જી,પલવલ, રાજ્ય-હરિયાણા,
(૨) ઇકલાસખાન ગફારખાન ઉ.વ.૧૯, ધંધો. મજુરી,રહે.લકુરી, તા.પુન્હાના, જી.નુહ,રાજ્ય.હરીયાણા,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ અમરેલીના પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા તથા પો.સ.ઇ. જી.જે.મોરી તથા પો.સ.ઇ. જે.એમ.કડછા તથા પો.સ.ઇ. એચ.બી.કોવાડીયા તથા પો.કોન્સ. અંકુરભાઇ સોલંકી તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ.નીકુલભાઈ રાઠોડ તથા LCB શાખા અમરેલીના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા પો.કોન્સ.યુવરાજસિંહ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.