દસાડાના ગવાણા વરમોર વચ્ચે હાઇવે રોડ પરથી અકસ્માત થયેલી એછવાડાના યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે કોઇ અજાણ્યા વાહનની અડફેટે આ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાની આશંકા સાથે દસાડા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.દસાડા પોલીસ મથકની હદમાં આવતા ગવાણા-વરમોર રોડ પરથી સવારના સુમારે હાઇવે રોડ પરથી કોઈ અજાણ્યા શખ્સની અકસ્માત થયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જે બાબતની જાણ દસાડા પોલીસને થતા દસાડા પોલીસ મથકના પીએસઆઇ એચ.એલ.ઠાકર અને મનીષ અઘારા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારે આ વ્યક્તિ ક્યાંનો છે ? શું નામ છે ? જે કોઈ બાબતની માહિતી ના હોય જેથી પોલીસે આ વ્યક્તિની કોઈપણ માહિતી મળે તો દસાડા પોલીસ મથકે જાણ કરવા જણાવવાની સાથે મૃતકના ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ કર્યા હતા.બાદમાં આ યુવાન પાટડી તાલુકાના એછવાડા ગામનો 25 વર્ષનો દેવીપૂજક યુવાન આસીકભાઇ દિનેશભાઇ ચુંવાર હોવાનું ખુલવા પામ્યું હતુ. ત્યારે હાઇવે પર રાત્રીના અંધારામાં કોઇ અજાણ્યા વાહનની અડફેટે આ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાની આશંકા સાથે દસાડા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના મનીષભાઇ અઘારા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અકસ્માતને નોતરૂ-જીવનમુકતેશ્વર નજીક પુલની રેલીંગ ધણી જગ્યાએ તુટી ગયેલ
અકસ્માતને નોતરૂ-જીવનમુકતેશ્વર નજીક પુલની રેલીંગ ધણી જગ્યાએ તુટી ગયેલ
આજે પોતાના ચૂંટણી કાર્યાલય પર બોલાવેલી પત્રકાર પરિષદમાં ડીસા બેઠકના આપના ઉમેદવાર ડો. રમેશભાઈ પટેલે
આજે પોતાના ચૂંટણી કાર્યાલય પર બોલાવેલી પત્રકાર પરિષદમાં ડીસા બેઠકના આપના ઉમેદવાર ડો. રમેશભાઈ પટેલે
બાબરા પો.સ્ટે.ના ખંભાળા રોડ ઉપર અલ્ટો ૮૦૦ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ( IMFL ) ની બોટલો નંગ .૬૪ તથા વાહન સહિત કુલ કિ . ૨,૨૫,૦૧૫ ના મુદ્દામાલ સાથે પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાબરા પોલીસ ટીમ
બાબરા પો.સ્ટે.ના ખંભાળા રોડ ઉપર અલ્ટો ૮૦૦ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ( IMFL ) ની બોટલો...
સિહોર શહેરમાં તેલના ભાવો આસમાને પહોંચ્યા
ખાધતેલમાં પામોલીન તેલ વાપરનારાઓ માટે આખરે સારા સમાચાર આવ્યા છે અને સતત ભાવ ઘટાડાને લીધે છેલ્લા 6...