ચલાલા પો.સ્ટે.માં “ e-FIR “ દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડિટેક્ટ ગુન્હામા એક ઇસમને ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડતી ચલાલા પોલીસ ટીમ -

ગુજરાત સરકારદ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમા વધારો કરી,વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમા ન જવું પડે અને ઘરે બેઠા ઓનલાઇન ફરીયાદ કરી શકે તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા " e-FIR " ની સુવિધાનો પ્રારંભ કરવામા આવેલ હોય,

જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ફોન ચોરી અંગે દાખલ કરવામા આવતી “ e-FIR “ અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ હોય.

જે અન્વયે ભાવનગર રેન્જના અમરેલી જિલ્લામા " e-FIR થી દાખલ થયેલ ગુન્હાઓના આરોપીઓને . પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે

ચલાલા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૧૦૮/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબ નો ગુન્હો તા-૦૩/૦૫/૨૦૨૩ના રોજ દાખલ થયેલ હોય,

જે અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરવા સાવરકુંડલા વિભાગીય નાયબ પોલીસ અધીક્ષક એચ.બી.વોરા નાઓના માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સ્ટે ના પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એલ.ગળચર નાઓની સુચના મુજબ સદરહું ગુન્હાની તપાસ હાથ ધરવામા આવેલ હોય,

 અને તા.૦૮/૦૫/૨૦૨૩ ના રોજ ટેક્નીકલ સોર્સ આધારે ચલાલા,ધારી રોડ, રેલ્વે ફાટક પાસેથી ચલાલા સર્વેલન્સ ટીમ દ્રારા એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની અંગઝડતી કરતા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમ વિરુધ્ધ ચોરીના મોબાઇલ ફોન આધારે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) ચલાલા પો.સ્ટે.

ગુ.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૧૦૮/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ મોબાઇલ ફોન MOTO કંપનીનો EDGE-20 મોડેલ નો કી.રૂ.૨૫,૦૦૦/- નો મોબાઇલ ફોન આરોપી પાસેથી રીકવર કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) ચાપરાજભાઇ સેલારભાઇ વાળા ઉ.વ.૩૧,ધંધો.ખેતી, રહે.ખીજડીયા, તા-બગસરા.જી.અમરેલી,

આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના પોલીસ સબ.ઇન્સ. કે.એલ.ગળચર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સ્ટે.સર્વેલ્સ ટીમના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.