ગઢડા તાલુકાના ઢસા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર આજે ડીડીઓ અક્ષય બુદાનિયા દ્વારા ફ્લાઈંગ વિઝીટ કરવામાં આવી
હતી. આ ઓચિંતિ મુલાકાત માં ઢસા સામુહિક આરોગ્ય કેન્દ્રના એમ.બી.બી.એસ તબીબ ફરજ ઉપર હાજર નહિ જણાતા ડીડીઓ દ્વારા તેઓને ખુલાસા નોટિસ
ફટકારી દેવામાં આવી હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય તબીબી અધિકારી જ ગેરહાજર હોયતો, અન્ય ડોક્ટરો કે નર્સિંગ સ્ટાફની સેવાઓ પણ નિયમિત હશે કે કેમ.? બોટાદના જિલ્લા પંચાયત અધ્યક્ષ ઘનશ્યામભાઈ વિરાણીનું રહેણાંક અને કાર્યક્ષેત્ર હોય આરોગ્ય સેવાની લાલીયા વાડી અંગે તેઓ પણ ઊંઘમાં રહ્યા હોય તેવું જોવા મળે છે. જો જિલ્લા પંચાયત પ્રમુખના ગામમાં જ આવી આરોગ્ય સેવામાં બે જવાબદારી હોય તો જિલ્લાનાં અનેક પીએચસી , સીએચસી અને જિલ્લાની મુખ્ય હોસ્પિટલની સ્થિતિ કેવી હશે.? તે પણ સવાલ ઊભા કરે છે. અનેક ગામોમાંથી તબીબની ગેરહાજરી અંગે રજૂઆતો થાય છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીની આ પહેલ સરહનીય છે. ઢસા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આ પહેલાં પણ લાલિયાવાડી જોવા મળી હતી, ત્યારે ડીડીઓશ્રી દ્વારા ગેરહાજર તબીબી અધિકારીને ખુલાસા નોટિસ પાઠવી હતી.
ઢસા ગામ માટે આરોગ્યનો એકમાત્ર આધાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર તરીકે નો દરજ્જો પણ આપેલો છે. ત્યારે સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાનાં ખર્ચે સાધન સુવિધા વધારવા સાથે માળખાગત સુવિધા પણ વધારવામાં આવી હોય માત્ર યોગ્ય વ્યવસ્થાપન નાં આભાવે જો જરૂરિયાતમંદ દર્દીઓને સારવારનાં મળે તો લાખો રૂપિયાનો પગાર લેતા તબીબો પર માત્ર ફરજ પર બેદરકારી જ નહીં , બેદરકારીને કારણે લોકોને થતા નુકસાન અંગે પણ કાર્યવાહી કરવી જોઈએ.! તેવી સમયની માંગ છે. છેવાડાના ગામના લોકોને વારંવાર તબીબની જરૂર પડે છે. તબીબ હાજર ન રહે તો આવા તબીબની આરોગ્ય કેન્દ્રમાં જરૂર શુ હોય એટલેઆ અંગે આવા લાપરવાહ તબીબ ઉપર કડક પગલાં ભરીને સખ્ત નસ્યત સાથે કડક પગલાં ભરવા જરૂરી છે.!