બારડોલી રૂરલ તથા મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અકસ્માતના બનાવો બનવા પામેલ હોય જે અનુસંધાને બારડોલી ડિવિઝનના ડીવાયએસપી એચ.એલ.રાઠોડ તેમજ મહુવા પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ.બારોટ દ્વારા માટી તેમજ રેતીના ટ્રાન્સપોટરો સાથે લોક સંવાદ ક્રાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં હેવી વાહનો ચલાવતા ડ્રાઈવરોમાં ટ્રાફિક અવરનેસ અને અકસ્માતની વધતી જતી ઘટના અટકાવવા માટે પોલીસ દ્વારા ટ્રાન્સપોટરો સાથે સંવાદ યોજાયો હતો જેમાં સીટ બેલ્ટ ફરજીયાત બાંધવો, માટી તેમજ રેતી ભરેલા વાહનોને તાડપત્રી ઢાકવી તેમજ વાહન ચલાવતા ડ્રાઈવરોનું દરરોજ સવાર સાંજના અલગ અલગ જગ્યાએ ટ્રાફિકના માણસો દ્વારા બ્રેથ એનેલાઈઝ દ્વારા ચેકિંગ એક ગાડીમાં એક ક્લીનર ફરજીયાત તથા ફોન ઉપર વાત ન કરવી તથા ઈયર ફોન સાથે રાખવા તેમજ મહુવા ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવરને ટ્રાફિક નિયમનું એક કલાકની તાલીમ આપવા તથા ટ્રાફિકનું પાલન સાથે ગાઈડલાઈનની ટ્રેનિંગ જેવા અનેક મુદ્દાઓ સાથે પોલીસ અને ટ્રાન્સપોટરો દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટ્રાન્સપોટરો દ્વારા પોલીસને સાથ સહકાર આપી નિયમોનું પાલન કરવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી જો આ નિયમોનું પાલન થયા તો ટ્રાફિક અવેરનેસ સાથે વધતા જતા અકસ્માતો પણ રોકી શકાય અને કોઇ નિર્દોષનો જીવ બચી શકે એવા ઉમદા આશ્રયથી પોલીસ દ્વારા ટ્રાન્સપોટરો સાથે લોકસંવાદ યોજ્યો હતો.