ચલાલા પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને વિશ્વાસઘાતના કામે ૨૩ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

 ભાવનગર રેન્જના અમરેલી જીલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા 

ચલાલા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૪૮/૨૦૦૦, આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ વિ. મુજબના કામે

છેલ્લા ૨૩ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

વિરેન્દ્રકુમાર હિંમતલાલ સોની, ઉ.વ.૬૬, રહે.અમદાવાદ, નારાયણપુરા, વિજયનગર, ફ્લેટ ૨૪/૧૪૪, તા.જિ.અમદાવાદ.

કામગીરી કરનારા અધિકારી /કર્મચારીઓ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. નિકુલસિંહ રાઠોડ, તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી, શિવરાજભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.