અમદાવાદ જિલ્લામાંથી ૫૦૦૦ થી વધારે સારસ્વત ભાઈ-બહેનો ઉપસ્થિત રહેશે.,, ગુજરાત માં ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટિય શૈક્ષણિક અધિવેશનનું

 તા. ૧૨/૧૩ મે ૨૦૨૩ ના રોજ થવા જઈ રહ્યું છે જેમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૧૨ મે ના રોજ ઉદ્દઘાટ થશે. જેમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, માન.મહેન્દ્રભાઈ મંજપુરા, શ્રી સી આર પાટીલ તેમજ અતિથિ વિશેષ ઋષિકેશભાઇ પટેલ, કુબેરભાઈ ડીંડોર માનનીય શિક્ષણ મંત્રીશ્રી, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી ,શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા શિક્ષણમંત્રી રાજ્ય કક્ષા, શ્રી જગદંબિકા પાલ સાંસદ, ભારતીબેન શિયાળ સાંસદ, પુનમબેન માંડમ સાંસદશ્રી જેવા મહાનુભાવો ની ઉપસ્થિતિમાં અધિવેશન તેમજ પૂજ્ય મોરારીબાપુની રામકથાનું ૧૩ મે સાંજે થી ૨૧ મે સુધી આયોજન કરવામાં આવેલ છે.

    આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ જિલ્લા સંઘના પ્રમુખશ્રી ખોડુભાઈ પઢીયાર તેમજ મહામંત્રીશ્રી તેજસભાઇ અમીન ના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જુદા જુદા તાલુકાઓ માંથી ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહેવાના છે. નિજાનંદ ફાર્મ ફિરોઝપુર ગિફ્ટ સિટી ગાંધીનગર મુકામે મળનાર આ બે દિવસીય અધિવેશનનું તા. ૧૨ ના રોજ સવારે ૧૦ કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ઇન્ટરનેશનલ જનરલ સેક્રેટરી ડેવિડ એડવર્ડ, એશિયા પેસિફિકના ચીફ કો-ઓર્ડીનેટર આનંદસિંઘ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી રામપાલ સિંહ પણ ખાસ ઉપસ્થિત ૨હી શિક્ષકોને માર્ગદર્શિત કરશે.

અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ૩૦,૦૦,૦૦૦ + (ત્રીસ લાખથી વધુ) અનુદાન એકત્ર કરવામાં આવ્યું

આજ રોજ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ખોડુભાઈ પઢિયાર મહામંત્રી શ્રી તેજસભાઈ અમીન, જિલ્લા સંઘના પ્રતિનિધિશ્રીઓ અમદાવાદ જિલ્લાના ૯ તાલુકાના પ્રમુખશ્રી મંત્રીશ્રી તેમજ સ્વયંસેવકોની મિટિંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી શ્રી સતિષભાઈ પટેલ ખજાનચીશ્રી રણજીતસિંહ પરમાર ની હાજરીમાં કરી સ્થળ મુલાકાત કરી આયોજનમાં સહભાગીદારી નોંધાવી. તેમજ અમદાવાદ જિલ્લા ના પ્રાથમિક શિક્ષકભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપે તે બાબતે સુંદર આયોજન કર્યું...