પોરબંદરની પુત્રવધુએ પીએચડીની ડીગ્રી મેળવી રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું 

પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં આવેલ શ્રી ખોડીયાર એન્ટર પ્રાઇઝના જમીન મકાનના વેપારી ગોપાલભાઈ લાખાણીના પુત્રવધુ મનીષાબેન હરેનદ્ લાખાણીએ ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. જુનાગઢમાં ડો. સુભાષ મહિલા કોલેજના પ્રોફેસર મસરીભાઈ એ. નંદાણીયાના માર્ગદર્શન હેઠળ "પોરબંદર જીલ્લા ના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ વિશેનો સમાયોજન અને મનોભારનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ" શીર્ષક હેઠળ Ph.D ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે.

 પુ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના સાંદીપની આશ્રમ ખાતે આયોજીત સન્માન સમારોહમાં શિક્ષણમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં મનીષાબેનને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ક્ષેત્રમાં લાખાણી પરિવારના પુત્રવધુએ સાસરે આવીને આ સિદ્ધી મેળવી પરિવારને ગૌરવ અપાવેલ છે, તેમની આ સફળતા માટે મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા, માનદમંત્રી રાજેશભાઈ લાખાણી તથા જ્ઞાતિ અગ્રણીઑએ અભિનંદન પાઠવેલ હતાં.