સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમોની અસામાજીક પ્રવુતી ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા લીંબડી ડિવિઝન લીંબડી તથા સર્કલ પો.ઇન્સ. આઇ.બી વલવીનાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ એમ.કે.ઇશરાણી પો.સબ ઇન્સ. ધજાળા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરી ટીમ બનાવી.પો.સ્ટે. વિસ્તારમાં ગેર કાયદેસર હથીયારો રાખતા તેમજ બનાવતા ઇસમોને ઝડપી પાડવા ખાસ અભીયાન હાથ ધરવામાં આવેલ અને આ અંગે જરૂરી વર્કઆઉટ કરી સચોટ બાતમી હકીકત એકઠી કરવામાં આવેલ. જે કામગીરીના ભાગરૂપે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે સાયલા તાલુકાના નીનામા ગામે આરોપી દિનેશભાઇ રાજાભાઇ સાલા (ચ કોળી) ઉ.વ.36 રહે નીનામા તા.સાયલા વાળાના કબ્જામાંથી એક ગેરકાયદેસર દેશી હાય બનાવટની સીંગર બેરલ મઝલ લોડ બંદુક કી.રૂ.2000/- સાથે પકડી પાડેલ છે.અને ઘજાળા પો.સ્ટે.માં ધોરણસર ગુન્હો રજી કરી ગેરકાયદેસર હથીયારનો સફળ કેશ શોધી કાઢેલ છે.