સાગબારા ના ચીકલી ફાટક પાસેથી થેલામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક આરોપી ઝડપાયો

મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસ સ્ટાફના માણસો સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબ્યુશન અંગે રેડ માં નીકળ્યા હતા. દરમિયાન ચીકાલી ફાટક નજીક આવતા એક આરોપી પોતાના અંગ કબજામાં વિમલ નો થેલો લઈ શંકા સ્પદ હાલતમાં મળી આવતા સાગબારા પોલીસ સ્ટાફના માણસોએ સદર આરોપીને ઉભો રાખી થેલામાં તપાસ કરતા ગેર કાયદેસર વગર પાસ પરમીટ ના ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂનો મુદ્દા માલ મળી આવ્યો.

સાગબારા પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી મળેલા વિમલના થેલામાંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ રોયલ સ્ટેગ ડીલક્ષ વિસ્કી 180 એમ.એલ ના કોટરીયા નંગ 36 કિંમત ₹3,600 નો મુદ્દામાન કબજે કરીને સદર આરોપી આણંદભાઈ જવાહરસિંહ ચૌહાણ રહે વિજય નગર સોસાયટી 2 પુના બોમ્બે માર્કેટ રોડ સુરત શહેર નાઓ ને ઝડપી પાડી સદર આરોપી વિરુદ્ધ સાગબારા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.......