રાજપીપળા સિંધીવાડ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર રાજપીપલા સિંધી વાડ લાલ ટાવર પાસે આ કામના આરોપી સાકીરભાઇ અયુબભાઈ સિંધી રહે કાશીપુરા તાલુકો કરજણ નાઓએ આ કામના ફરિયાદી સમીરખાન નાસીરખાન બલોચના પિતા સાથે બોલાચાલી કરી ધક્કો મારી નીચે પાડી દેતા આ કામના ફરિયાદી સમીરખાન બોલોચ તેના પિતાને ઉભો કરવા જતા આ કામના આરોપીએ ફરિયાદીની ફેટ પકડી ટીશર્ટ ફાડી નાખી ચપ્પુ વડે ફરિયાદીને છાતીના ભાગે ઘા મારી તથા ફરીવાર ચપ્પુના ગામ મારવા જતા આ કામના ફરિયાદીએ હાથ આગળ કરી દેતા ફરિયાદીને હાથની કોણીના ભાગે ચપ્પુના ઘા વાગી જતા આ કામના ફરિયાદીએ આરોપીને ધક્કો મારી દેટા આ કામના આરોપી ફરીથી આવી ફરિયાદીને હાથની કોણી ના ભાગે ચપ્પુ મારી દેતા આ કામના ફરિયાદી જમીન ઉપર પડી જતા આ કામના આરોપીએ ફરિયાદીને ગમે તેમ મા બહેન સમાન ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી. પોતાની ચેવરોલે સ્પાર્ક ફોરવિલ ગાડી લઈ ભાગી જતા. આ કામના ફરિયાદી સમીરખાન નાસીરખાન બોલોચે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સદર ઘટનાની જાણ રાજપીપલા પોલીસને થતા રાજપીપલા પોલીસે આરોપી સાકીરભાઈ ઐયુબભાઈ સિંધી વિરુદ્ધ રાજપીપલા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે......