સરાહનીય કામગીરી: બનાસકાંઠામાં નેત્રમ ટીમે યુવતીની ખોવાયેલી બેગ ગણત્રરીની મીનીટોમાં પરત અપાવી

પાલનપુરમાં ઈદગાહ રોડ પર રહેતી એક યુવતી બજારમાં ખરીદી કરવા આવી હતી જ્યાં તે ઉતાવળમાં પોતાની પાસે રહેલ સર સામાન, ડોક્યુમેન્ટ અને રોકડ રકમ ભરેલી બેગ ક્યાંક ભૂલી ગઈ હતી જે બેગને નેત્રમ ની ટીમે સીસીટીવી કેમેરાની મદદ થી ગણતરીના કલાકોમાં શોધી કાઢી યુવતીને પરત કરી હતી.

બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલકત સબંધી કામગીરી અંગે આપેલ સુચના અંતર્ગત નેત્રમ પાલનપુરનાઓ સ્ટાફના માણસોને અરજદાર હેત્વી કલ્પેશભાઈ શાહ રહે.ગૌતમ સોસાયટી પાલનપુર કુંવરબા સ્કુલ પાસે આવેલ કપડાની દુકાનમાં ખરીદી કરવા ગયેલ ત્યારબાદ ઉતાવળમાં ત્યાથી નિકળી ગયેલ અને આગળ જતા માલુમ પડેલ કે બેગ તેમની પાસે ન હોઈ જેની તપાસ કરતા મળી આવેલ નહિ ત્યારબાદ નેત્રમ ટીમ દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતાં ખોવાયેલ બેગ પકોડી વેચતા લારી વાળાની પાસેથી ગણતરીના મીનીટોમાં શોધી આપી અરજદારને રુબરૂમાં તેમના તમામ ડોક્યુમેન્ટ સર સામાન તેમજ રોકડ રકમ સાથેની બેગ પરત કરેલ જે બેગ પરત મળતા અરજદાર દ્વારા પાલનપુર નેત્રમ તેમજ ગુજરાત પોલીસની આભાર વ્યક્ત કર્યોં છે.