ડીસામાં અલગ અલગ 6 જગ્યાએ દરોડા પાડી શંકાસ્પદ મેંગો મિલ્ક શેક અને પનીર ના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી હતી..
સમગ્ર ગુજરાત માં અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે, તો બીજી તરફ કાળઝાળ ગરમી પડી રહી છે..
ત્યારે આવી સ્થિતિમાં અનેક જગ્યાએ બહારનું ખાવાથી ફુડ પોઇઝનીંગ ના બનાવો બની રહ્યા છે, જેને અટકાવવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી રહી છે..
જે અંતર્ગત આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ની ટીમે ડીસા શહેર માં અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરી હતી..
ડીસા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના ઇન્સ્પેકટર પ્રિયંકા ચૌધરી અને તેમની ટીમે ડેરી અને પાર્લર ની દુકાનોમાં દરોડા પાડયા હતા..
જેમાં ગજરાજ ડેરી, એ પી માવાવાલા, શ્રી કૃષ્ના એન્ટરપ્રાઇઝ, લીલાશાહ સ્વીટ માર્ટ અને આશાપુરા માવા ભંડાર નામની દુકાન માંથી શંકાસ્પદ લુઝ પનીર ના સેમ્પલ લીધા હતા..
જ્યારે સત્યમ મિલ્ક પેલેસ માંથી શંકાસ્પદ લુઝ પનીર અને મેંગો મિલ્ક શેકના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે..
ડીસા પંથકમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ની ટીમે ઓચિંતા દરોડા પાડતા અન્ય ભેળસેળીયા વેપારીઓ માં પણ ફફડાટ ફેલાયો હતો..