ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી,અશોક કુમાર યાદવ સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓ માંથી દારૂ જુગારની બદી દુર કરવા તેમજ પ્રોહી જુગારના કેસો કરવા ખાસ પ્રોહી-જુગારની ડ્રાઇવનું આયોજન કરેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષક શ્રી, હિમકરસિંહ સાહેબ નાઓએ આ પ્રોહી જુગાર ડ્રાઇવ દરમ્યાન અમરેલી જીલ્લામાં દારૂ જુગારની પ્રવુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અનુસંધાને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી,કે.જે ચોધરી સાહેબ તથા કે.સી.રાઠવા સર્કલ પોલીસ ઇન્સપેકટર સાહેબના જરૂરી માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેકટર એન.એ.વાધેલા સા.ની રાહબરી હેઠળ ખાંભા પો.સ્ટે,ની ટીમ દ્વારા ખાનગી રાહે હકિકત મેળવી ખાંભા પો.સ્ટે, વિસ્તારના ધુંધવાણા ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ રાણાભાઇ બચુભાઇ ચાવડાના ઘરની સામે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગે.કા. તીન પત્તીનો જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહીત્ય સહીત કુલ કિ.રૂ.૧૨,૩૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમના વિરુધ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ કાર્યવાહી કરેલ છે. *જુગાર રમતા પકડાયેલ ઇસમો* (૧) રાણાભાઇ બચુભાઇ ચાવડા,રહે. ધુંધવાણા,તા.ખાંભા,(૨) જગદીશભાઇ વશરામભાઇ મકવાણા,રહે.ધુંધવાણા, તા.ખાંભા,(૩) દિનેશભાઇ ભાવુભાઇ વાળા, રહે.ઇટવાયા,તા.ગીરગઢડા, જી.ગીર સોમનાથ,(૪) લાલજીભાઇ ભગવાનભાઇ શિયાળ,રહે.ધુંધવાણા, તા.ખાંભા,(૫) અશ્ર્વિનભાઇ જીવરાજભાઇ ચાવડા,રહે.ધુંધવાણા, તા.ખાંભા,(૬) રજાકભાઇ કાસમભાઇ સમા, રહે.સાળવા, તા.ખાંભા,(૭) નોંધણભાઇ કરશનભાઇ બાંભણીયા, રહે.ધુંધવાણા,તા.ખાંભા,જી.અમરેલી, આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેકટર એન.એ.વાધેલા સાહેબની સુચનાથી ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ દિપકભાઇ રવજીભાઇ મકવાણા તથા હેડ કોન્સ રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા પો કોન્સ કનુભાઇ રાણાભાઇ બાંભણીયા તથા પો.કોન્સ જયદીપભાઇ અનકભાઇ ધાખડા તથા પો કોન્સ નરેન્દ્રભાઇ ધીરૂભાઇ વરૂ દ્વારા કરવામાં આવેલ છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.