ભાવનગરના જી.એસ.ટી. ચોરી કૌભાંડમાં પોલીસે 11,228 પાનાની ચાર્જશીટ રજૂ કરી
ભાવનગર તા.4


તાજેતરમાં ભાવનગર પોલીસે કરોડો રૂપિયાની જી.એસ.ટી. ચોરી કરતી ગેંગનો પણ પર્દાફાશ કર્યો હતો. કરોડો રૂપિયાનું GST કૌભાંડ સામે આવતા ભાવનગર પોલીસે તપાસ માટે SITની રચના કરી હતી. ત્યારે આજે SIT દ્વારા કર ચોરીના કેસની દળદાર ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.


પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજ્ય સરકારને ચુનો લગાવીને કર ચોરી કરતી ટોળકીનો ભાવનગર પોલીસે તાજેતરમાં પર્દાફાશ કર્યો હતો . ભાવનગરના રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર  અને પોલીસ ઈન્સેપેક્ટર આર.એન.વિરાણી  દ્વારા રૂ.11 કરોડ રૂપિયાની કર ચોરીમાં ઊંડાણ પુર્વક તપાસ કરી 15 આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે. કર ચોરીના કેસમાં તપાસ કરી રહેલી SIT ટીમની તપાસમાં સામે આવ્યું હતું કે, ભાવનગરમાં અશિક્ષીત અને ગરીબ લોકોના આધાર કાર્ડ અને પાનકાર્ડ આ ટોળકી મેળવી લેતી હતી. ત્યારબાદ આ ડોક્યુમેન્ટના આઘારે નવું સીમકાર્ડ ખરીદતા અને આધારકેન્દ્રમાં જઈને આધારકાર્ડમાં નવો મોબાઈલ નંબર અપડેટ કરવી દેતા હતા.

જેના આધારે GSTની વેબસાઈટ પરથી તે માણસોના નામે નવો GST રજીસ્ટ્રેશન કરાવીને બોગસ પેઢી ખોલી દેતા હતા. ખોટું GST નંબર મેળવીને તેમાં બોગસ બીલીંગનું કામ કરીને સરકારને ભરવાના ટેક્સની રકમ ચાંઉ કરવા માટે બોગસ પેઢીઓનો ઉપયોગ કરતા હતા. કર ચોરીના બનાવમાં ભાવનગરના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ, ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ અને અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ કુલ મળીને 4 પોલીસ ફરિયાદ નોંધવામાં આવતી હતી.


કર ચોરીના કેસમાં ઊંડાણ પૂર્વક તપાસ કરવા માટે રાજ્યના પોલીસ વડા દ્વારા ભાવનગરના રેન્જ આઈ.જી. ગૌતમ પરમારના અધ્યક્ષ સ્થાને એક SITની રચના કરવામાં આવી હતી. SITની રચના બાદ કર ટેક્ષ ચોરીના કેસમાં કુલ 15 આરોપીની ધરપકડ કરીને કુલ 460 બોગસ પેઢી ઝડપી પાડી

ધરપકડ કરીને કુલ 460 બોગસ પેઢી ઝડપી પાડી હતી. કર ચોરીના કેસમાં આરોપીઓ વિરુધ્ધમાં કુલ 11,228 પાના ની પ્રથમ ચાર્જશીટ રજૂ કરી છે.