વડગામના ચિત્રોડા ગામે યુવકની હત્યાનો મામલે વડગામ પોલીસવાળા ત્રણ યુવકની અટકાયત કરવામાં આવી છે જેમાં ચિત્રોડા ગામના મરણ જનાર અલ્પેશભાઈ પરમાર એ રાહુલ ઠાકોર નું પોકેટ લીધેલાની શંકા રાખી અલ્પેશભાઈ પરમારને મોતને ઘાટ ઉતારી મૃતદેહ ગામની સીમમાં ફેંક્યો હોવાનું સામે આવ્યું હતું ઘટનાની જાણ પોલીસને થતા પોલીસએ ગણતરીના કલાકોમાં હત્યારા 3 શખ્સઓને દબોચી લીધા છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વાડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ ગુનાઓના આરોપીઓ પકડી પાડવા આપેલ સુચના અન્વયે ડો.જે.જે.ગામીત નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુરનાઓ તથા શ્રી એ.વી.જાડેજા માર્ગદર્શન હેઠળ વડગામ પોલીસ સ્ટેશન હત્યાના મુજબના ગુનો નોંધાયેલ હતો.

જે ગુનામાં મરણજનાર અલ્પેશભાઈ રામાભાઈ પરમારે આ કામના આરોપી રાહુલ ઉર્ફે જવાનજી હિરાજી ઠાકોરનુ પોકેટ લીધેલાની શંકા રાખી મરણજનાર અલ્પેશભાઈને શરીરે ધોકાથી આડેધડ માર મારી મોત નિપજાવી નાસી ગયેલ જે ગુનાની તપાસ હાથ ધરી હ્યુમન સોર્સ અને ટેકનીક્લ એનાલીસ આધારે વડગામ પોલિસે અગલ અલગ ટીમો બનાવી આરોપી ની ખરાઈ કરી ગણતરીના કલાકોમાં આરોપી પકડી પાડી કાર્યદેસર કાર્યવાહી કરેલ છે .

ગુનાના કામના આરોપી

( 1 ) ઉમેશભાઈ બાબુભાઈ પરમાર ઉ.વ .39

( 2 ) રાહુલ ઉર્ફે જવાનજી હિરાજી ઠાકોર ઉ.વ .25

( 3 ) નરેશભાઈ રામાભાઈ પરમાર ઉ.વ .30 ત્રણેય રહે.ચિત્રોડા તા.વડગામ