ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર માં થોડા દિવસ પૂર્વે રામ નિમિતે કાજલ હિંદુસ્તાની દ્વારા મુસ્લીમ સમાજ ની મહીલાઓ ઉપર એલ ફેલ નિવેદન આપી ને બે કોમ વચ્ચે ખુબ તંગદિલી ફેલાઇ હતી જેમાં જિલ્લા પોલીસ વડા અને ડી વાય એસ પી ખેંગાર સિંહ દ્વારા મામલો શાંત પાડવામાં આવ્યો હતો જેનો સમય ખુબ વીતી ગયો હતો બીજી કોઈ ઉના માં ઘટના ભવિષ્ય માં નાં સર્જાય તેને ધ્યાને રાખી ને આજ રોજ તારીખ ૫/૫/૨૦૨૩ નાં ઉના પોલીસ સ્ટેશનમાં ડી વાય એસ પી એસ ની ખેંગાર નાં અધ્યક્ષતા માં અને પી આઇ જાડેજા ની હાજરી માં બન્ને કોમ વચ્ચે સુખદ સમાધાન કરવાના આવ્યું હતું જેમાં હાજર ડી વાય એસ પી ખેંગાર સિંહ તથા વેરાવળ પી આઈ જાડેજા તથા ઉના નાં પી આઈ ગૌસ્વામી તથા ઉના મત વિસ્તારના ધારાસભ્ય કાળું ભાઈ રાઠોડ ગુજરાત ઘાંચી મુસ્લીમ સમાજ પ્રમુખ હાજી યુસુફ ભાઈ સોરઠીયા (તવકકલ) પાટણ ઘાંચી સમાજ પ્રમુખ યુસુફ ભાઈ કચરા નાં મુસ્લીમ અગ્રણી ઈકબાલ ભિસ્તિ વેરાવળ થી રફીક મોલાના તેમજ મુના ભાઈ ઉનડજામ તથા દાદા બાપુ તથા ઉસ્માન કાજી તથા નામી અનામી આગેવાનો હજાર રહી આ સુખદ સમાધાન કરી કોમી એકતા અને ભાઈચારા ની મિસાલ કાયમ કરી હતી તેમજ ભવિષ્ય માં ઉના તથા આજુબાજુ વિસ્તાર આવુ ક્યારેય ના બને એવી ખાત્રી આપી બન્ને ગ્રુપ વચ્ચે આવી જ રીતે સંબધ જળવાઈ રહે અને બન્ને કોમ નાં તહેવારો શાંતી અને સલામતી દ્વારા ઉજવાઈ રહે તેવું નિવારણ લાવ્યું હતું ત્યાર બાદ બધા આગેવાનો ત્યાંથી છૂટા પડયા હતા