સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારના જસાપર ગામની સીમમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત અને 111 બકરાઓના પણ કમકમાટીભર્યા મોત નિપજવાની ઘટના બની હતી. જેમાં ધ્રાંગધ્રામાં વિજળી પડવાની ઘટનામાં માનવ મૃત્યુ સહાય રૂ. 4 લાખ અને પશુમૃત્યુ સહાય રૂ. 3,33,000 લાભાર્થીને તેમના ઘરે જઈ ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે ચેક આપવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્યમાં ચોતરફ કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પણ જોરદાર કમોસમી વરસાદ નોંધાયો છે. ત્યારે બે દિ'અગાઉ ધ્રાંગધ્રા તાલુકામાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વ્રજપર ગામનો 25 વર્ષનો ભરવાડ યુવાન ચેતન સેલાભાઇ ભરવાડ ધ્રાંગધ્રાના જસાપર ગામની સીમમાં પોતાના બકરાઓ ચરાવી રહ્યો હતો, એ દરમિયાન અચાનક આકાશમાંથી વીજળી પડતાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જેમાં સાથે 111 બકરાઓના પણ મોત થયા છે.ત્યારે બે દિવસ અગાઉ ધ્રાંગધ્રામા વીજળી પડવાથી વ્રજપર ગામના રહેવાસી ચેતનભાઈ છેલાભાઈનુ મૃત્યુ થયુ હતુ. જેમાં સરકાર દ્વારા મૃતકના પરિવારના લોકોને ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા ચેક આપવામાં આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રામાં વિજળી પડવાની ઘટનામાં માનવ મૃત્યુ સહાય રૂ. 4 લાખ અને પશુમૃત્યુ સહાયના એક મૃત પશુદીઠ રૂ.3000 લેખે મળી કુલ 111 મૃત બકરાના કુલ રૂ. 3,33,000 લાભાર્થીને તેમના ઘરે જઈ ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે ચેક આપવામાં આવ્યો હતો.