ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પો.સ્ટે. ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને સાવર કુંડલા તાલુકાના વિજપડી ગામેથી દેશી હાથ બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર)સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.ટીમ

ભાવનગર રેન્જના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર

ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇમસોને પકડી પાડવા અમરેલી જિલ્લામાં ગંભિર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અન્વયે

 ગેરકાયેદસર હથિયાર ધરાવતા ઈસમો ઉપર વોચ રાખી, આવા આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અન્વયે 

અમરેલી એલ.સી.બી. .ટીમે તા.૦૫/૦૫/૨૦૨૩ નાં રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય. જે

દરમિયાન બાતમી હકિકત આધારે વિજપડી, જાબુંડા રોડ, મોટી ધાર પાસેથી એક ઇસમને દેશી હાથ બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર) સાથે પકડી પાડેલ છે.

-પકડાયેલ આરોપીની વિગતઃ-

સલીમ ઉર્ફ સલીયો ઉર્ફ બાડો લતીફભાઇ લાકડ, ઉ.વ.૩૮, રહે.સાવર કુંડલા, મારૂતીનગર, તા.સાવરકુંડલાજિ.અમરેલી.

> કબ્જે કરેલ મુદ્દામાલ-

ક દેશી હાથ બનાવટની બંદુક (અગ્નિ શસ્ત્ર) કિં.રૂ.૫૦૦/-

અગ્નિશસ્ત્ર સાથે પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી, આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે સાવકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

 મજકુર ઇસમ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પો.સ્ટે.ના નિચે જણાવેલ ગુન્હાના કામે નાસતો ફરતો હતો.

(૧)ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૨૨૨૧૧૫૧૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૩૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ

(૨)ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૨૨૨૧૧૫૩૩/૨૦૨૨ આર્મ એક્ટ કલમ- ૨૫(૧-બી)(એ),૨૯તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ તથા પો.સ.ઇ. એમ.બી. ગોહિલ, તથા પો.સ.ઇ. એમ. ડી. સરવૈયા, તથા એ.એસ.આઇ જે.કે.ચૌહાણ, તથા એ.એસ.આઈ બી.ડી.ભીલ,તથા એ.એસ.આઇ જી.જી.મકવાણા, તથા હેડ કોન્સ.નિકુલસિંહ રાઠોડ, તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી