*ગુરુકુળ મહિલા કોલેજનું બી. એ. સેમેસ્ટર ૧ મુખ્ય અંગ્રેજીનું ઝળહળતું પરિણામ...*

શિસ્ત, સંસ્કાર તેમજ શિક્ષણનાં ત્રિવેણી સંગમ સમી પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળ વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની મુખ્ય ઈંગ્લિશ ડિપાર્ટમેન્ટ બી. એ. સેમેસ્ટર ૧ની વિદ્યાર્થિનીઓએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા યોજાયેલ વિનયન શાખાની પરીક્ષામાં મુખ્ય ઈંગ્લિશ ડિપાર્ટમેન્ટની પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીઓએ ખૂબ સુંદર પરિણામ મેળવ્યું છે. જેમાં કુ. રાજી કરસનભાઈ પરમાર ૮૦.૨૫% સાથે પ્રથમ ક્રમાંકે, કુ. પુજા દયારામભાઈ જોષી ૭૬.૧૨% સાથે દ્વિતીય ક્રમાંકે તેમજ કુ. ખુશી ભાવેશભાઈ જોષી ૭૫.૮૭% સાથે તૃતિય ક્રમે ઉત્તીર્ણ થયેલ છે. યુનિવર્સિટીની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા બદલ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડો. અનુપમભાઈ નાગર, ઈંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ ડો. કેતકીબેન પંડ્યા, પ્રા. ડો. નયનભાઈ ટાંક તથા લેકચરર્સ કુ. અદિતી દવે તેમજ કુ. પારુલ શુક્લાએ ઉત્તીર્ણ થયેલી તમામ વિદ્યાર્થિનીઓને અભિનંદન તેમજ આશીર્વાદ પાઠવેલા.