સુરત જિલ્લાના મહુવા તાલુકાના મહુવા પોલીસે વલવાડા ખાતે છાપો મારી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા.

        પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના વલવાડા છીબાડ ફળીયામાં ઓલણ નદીના કિનારે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મહુવા પોલીસે છાપો મારી જુગાર રમતા વલવાડા જ રહીશ બ્રિજેશ પટેલ,રાકેશ પટેલને ઝડપી પાડી કુલ્લે 1,07,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.