પાવીજેતપુર તાલુકાના અણિયાદ્રી ગામે પિતાએ સામાન્ય ઠપકો આપતા ૧૯ વર્ષના યુવાને ગળે ફાંસો ખાઈ કરેલી આત્મહત્યા
પાવીજેતપુર તાલુકામાં અણીયાદ્રી ગામે પિતાએ પુત્રને ઘર કામ અર્થે સામાન્ય ઠપકો આપતા પુત્રને લાગી આવતા વૃક્ષ ઉપર ગળેફાંસો ખાય લટકી જઈ, આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પાવીજેતપુર તાલુકાના અણીયાદ્રી ગામે રહેતા દિનેશભાઈ કચુભાઈ તડવીએ તેઓના પુત્ર ભણતાભાઈ તડવી ( ઉ. વ. ૧૯ )ને ઘરનું કામકાજ કરવા માટે સામાન્ય ઠપકો બે દિવસ અગાઉ આપ્યો હતો. પિતાએ આપેલા સામાન્ય ઠપકાનું માઠું લાગી આવતા, ભણતાભાઈ દિનેશભાઈ તડવીએ પોતે પહેરેલા કાળા કલરના શર્ટ થી ખાખર ના ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ ગામમાં તેમજ આજુબાજુ ગામડાઓમાં થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
આમ, પાવીજેતપુર તાલુકાના અણીયાદ્રી ગામે પિતાએ પુત્રને સામાન્ય ઠપકો આપતા પુત્રને લાગી આવતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.