ડીસામાં ગેરકાયદેસર સિગરેટનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. SOGની ટીમે 55 હજારનો ગેરકાયદેસર સિગરેટનો જથ્થો જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસને સોંપ્યો હતો.
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત અને ગેરકાયદેસર ચીજ-વસ્તુઓનું વેચાણ ખૂબ જ વધી ગયું છે. તે દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ફુવારા સર્કલ પાસે ગેરકાયદેસર સિગરેટનો જથ્થો હોવાનો માહિતી મળી હતી. જેથી એસઓજીની ટીમે જલારામ એન્ટરપ્રાઇઝમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ગેરકાયદેસર સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો. આ સિગરેટના પેકેટ પર શરીરને હાનિકારક એવું કોઈપણ પ્રકારની સૂચના લખેલી નહોતી. જેથી પોલીસે 55 હજાર રૂપિયાનો સિગરેટનો જથ્થો કર્યો હતો. જ્યારે વેપારી સુખદેવ પુજારા સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.