એ... એ... એ...ગયું: વડગામના સલેમકોટ ગામમાં ડ્રાઈવર વગર ઉભેલું પીકઅપ ડાલું રિવર્સમાં દોડવા લાગ્યું, સમગ્ર ઘટના CCTVમાં કેદ.....

બનાસકાંઠા જિલ્લાના વડગામ સલેમકોટ ગામમાં એક પીકઅપ ડાલુ ગામમાં આવેલી દુકાન પર માલ સામાન આપવા માટે આવેલું હતું. જે સમયે ડ્રાઇવર અને તેમની સાથે આવેલા યુવક દુકાન ઉપર માલ સામાન આપવા માટે નીચે ઉતરી માલ સામાન આપી રહ્યા હતા. જે સમયે દુકાન આગળ મુકેલ પીકઅપ ડાલુ અચાનક રિવર્સમાં દોડવા લાગ્યું હતું. આ સમયે ઉપર ઉભેલો એક યુવક કૂદકો મારીને નીચે ઉતરી ગયો હતો. તો અન્ય લોકો દોડી જઈ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, રોકાયું ન હતું અને 100 મીટર કરતા વધુ દૂર જતું રહ્યું હતું. સદનસીબે રસ્તા પરથી કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હોવાના કારણે અકસ્માત થતા અટક્યો હતો.