જન જાગૃતિ અભિયાન વડોદરા અને કવિ શ્રી બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બોટાદ તથા બોટાદકર સાહિત્ય સભા તથા ભારતીય સંસ્કૃતિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ 29 4 23 શનિવારના રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની
કર્મ નિર્વાણ ભૂમિ બોટાદ ખાતે મેઘાણી વંદના અને આઝાદીના અમૃત યાત્રીઓ એ બંને ગ્રંથોના લોકાર્પણ નો ભવ્ય કાર્યક્રમ કોલેજના કોન્ફરન્સ હોલમાં યોજાઈ ગયો
કાર્યક્રમની શરૂઆત શ્રી જોરુભાઈ ખાચરના કંઠે મેઘાણી રચિત કસુંબીનો રંગ ગીત થી થઈ
જનજાગૃતિ અભિયાનના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ શાહ સાહેબે સર્વેનું શબ્દોથી સ્વાગત કરી કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો
બોટાદ જિલ્લા ડીવાયએસપી શ્રી મહર્ષિ રાવલ તથા કોલેજના આચાર્યશ્રી અનિરુદ્ધસિંહ મકવાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની પ્રસ્તુતતા સાથે પ્રસન્નતા વ્યક્ત કરી કાર્યક્રમ સંયોજક જોરુભાઈ ખાચરે મેઘાણીના સંપાદિત રઢીયાળી રાતના ગીતો ગાઈ તેમના કાર્યને બિરદાવી માહોલ રચ્યો
જ્ઞાનમંજરી વિદ્યાલયના આચાર્ય અને પ્રખર વક્તા શ્રી મહેતા સાહેબે આઝાદીના અમૃત યાત્રીઓ ગ્રંથનો ટૂંક પરિચય આપ્યો ત્યારબાદ જાણીતા શિક્ષણવિદ કવિ અને પૂર્વ શિક્ષણ અધિકારી શ્રી નૈષધભાઈ મકવાણાએ મેઘાણી વંદના ગ્રંથનો રસાત્મક શૈલીમાં પરિચય કરાવ્યો અને યુવાનોને જીવનમાં પુસ્તકનું મહત્વ સમજાવ્યું
કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને ભારતીય સંસ્કૃતિ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી
શ્રી બાપુભાઈ ધાધલ સાહેબે અધ્યક્ષીયપ્રવચનમાં તેમના વિચારો મૂક્યા અને ઓનલાઇન કાર્યક્રમમાં માનદ સેવા આપનાર સૌ કલાકાર મિત્રો અને પ્રવચનકારોને બિરદાવ્યા
સમગ્ર કાર્યક્રમનું રસાત્મકશૈલીમાં જાણીતા કવિ લેખક કોલમિસ્ટ અને સફળ સ્ટેજ સંચાલક આદર્શ શિક્ષક શ્રી પ્રવીણભાઈ ખાચરે સુચારુ સંચાલન કરી સૌના દિલ જીતી લીધા
કાર્યક્રમના અંતે જન જાગૃતિ અભિયાનના કાર્યક્રમ સંયોજક શ્રી જોરુભાઈ ખાચરે મેઘાણી રચિત કોઈનો લાડકવાયો ગીત ગાઇઆભાર વિધિ કરી
ત્યારબાદ અલ્પાહાર સાથે કાર્યક્રમ સંપન્ન થયો